આજ, તારીખ 22/08/23 ના રોજ એ એચ ટી યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા દ્વારા કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાવી ગામમાં સાર્વજનિક હાઈસ્કૂલમાં તથા ટુંડજ ગામની શાળામાં એક અવરનેશ પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં બંને શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો શાળાના પ્રમુખ શાળાના બંને આચાર્ય ટુંડજ ગામના સરપંચ શ્રીમતી કૈલાશબેન તથા તલાટી કમ મંત્રી હાજર રહી બાળકોમાં અપહરણ માનવ તસ્કરીના કેસો બાળમજૂરી લોભ લાલચથી દૂર રહેવું તથા એક તરફી પ્રેમ મા ફસાવું નહીં કોઈ કેફી દ્રવ્ય ન લેવું મોબાઈલની instagram થી દૂર રહેવું તથા નાની ઉંમરમાં વાહન ન ચલાવવા ટ્રાફિક નું જ્ઞાન આપ્યું તથા મા-બાપને વફાદાર રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું તેવી સમજણ આપવામાં આવી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા સાહેબ તથા એસ આઈ કનકસિંહ ગઢવી અને સામાજિક અને રાજકીય આગેવાન અંકલેશ્વર તાલુકા ઉપ ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની હાજર રહી સરળ ભાષામાં સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો
More Stories
જૂનાગઢના સાસણમાં પોલીસને શારિરીક અને માનસિક તનાવ મુકત કરવા માટે તા.૧૪,૧૫,૧૬ ડિસેમ્બરના ત્રણ દિવસ સુધી “ડિટોક્સ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું.પોલીસ કોન્સ્ટેબલથી એસ.પી. આઈ.પી.એસ. સહીત શિબિરમાં જોડાયા હતા.
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી