December 22, 2024

નેત્રંગ તાલુકા યુરીયા ખાતરનો પુરવઠો પૂરો પાડવા ભારતીય કિસાન સંધ દ્રારા મામલતદારને આવેદન પાઠવ્યું.

Share to



ખાતરનો પૂરતો જથ્થો આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ખાતર નહીં મળતા ભારતીય કિસાન સંધ દ્રારા નેત્રંગ મામલતદારને આવેદન પાઠવી રજુવાત કરવામાં આવી હતી. આવેદનમા જણાવ્યા મુજબ નેત્રંગ તાલુકાનાં નાના મોટા ખેડુતોને પુરતા પ્રમાણમાં યુરીયાનો જથ્થો પૂરો પાડવામાં આવે. છેલ્લાં ૨૦ દિવસ થી ખેડૂતોને ધરમધકકા ખાવાનો વારો આવી રહ્યો છે. જેને લઇને આજે ભારતીય કિસાન સંધ નેત્રંગ દ્વારા આવેદપત્ર પાઠવવામાં આવ્યું જેમાં સહકારી આગેવાન કિશોરસિંહ વાસંદિયા અને ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ રામદેવભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા.

તેમજ આવનારા સમયમાં પુરતો યુરીયાનો જથ્થો ખેડુતોને આપવામાં આવે નહી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ભારતીય કિસાન સંધે ઉચ્ચારી હતી. અને વધુમાં આવેદનમાં જણાવ્યા મુજબ આ બાબતની લાગતા વળગતાં અધિકારીઓ નોંધ લઈ યોગ્ય નિરાકરણ લાવે એમ આવેદનમાં જણાવ્યું હતું

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed