આંજોલી ગામના અને તાલુકા પંચાયતના સભ્યને થાંભલા પર લાઈટ ચાલુ કરવા ચડતા કરંટ લાગતા ગંભીર હાલત સારવાર હેઠળ.
તા.૦૯-૦૮-૨૦૨૧ નેત્રંગ,
દિવાસાના દિવસે અન્ય પણ અઘટિત ઘટનાઓ બની હતી.
નેત્રંગ માંડવી રોડ ઉપર ઝરણાવાડી ગામ નજીક તામિલનાડુ બાજુથી આવતી ટ્રકની ટક્કર મારુતિ વાનને લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.અન્ય બનાવમાં નેત્રંગ તાલુકાના આંજોલી ગામના સરપંચના પતિ ઘરે લાઈટ નહિ હોવાથી વીજ પોલ ઉપર ચડી રીપેર કરવા જતાં કરંટ લાગતા નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે.
ઝરણાવાડી ગામ નજીક ટ્રક અને મારુતિ વાન વચ્ચે સામ સામે એક્સિડન્ટ થતા મારુતિ વાન ચાલકનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક ઈસમને માથાના ભાગે ઇજા થવાથી 108 દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે ખસેડવામાં આવેલ હતો જ્યા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
નેત્રંગ તાલુકાના આંજોલી ગામના દિનેશ શંકરભાઈ વસાવા આજે તેના ઘરે લાઈટ નહિ હોય ચાલુ કરવા થાંભલા ઉપર રિપેર કરવા ચડતા તેને ગળાના ભાગે કરંટ લાગ્યો હતો .ભડાકા સાથે થાંભલા ઉપરથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલો હતો આથી તેના પત્ની એ તાત્કાલિક ૧૦૮ માં કોલ કરી બોલાવી પ્રથમ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ તપાસ કરી વધુ ઈજાગ્રસ્ત હોવાને કારણે તાત્કાલિક અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવાયા હતા .
આ બે અકસ્માતના બનાવમાં એકનું મોત થયું હતું જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી હતી.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો