December 26, 2024

બારડોલી તાલુકાના કડોદ ગામે લોક માંગણી ને ધ્યાનમાં લઇ તૈયાર કરાયેલ બસસ્ટેન્ડ માં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો……

Share to




.*.સ્થાનિક લોકો…….**..કન્ટ્રોલર કેબિનમાં તાળું, પંખા અને લાઈટો બંધ જ્યારે શોવચાંલયના અભાવે મહિલાઓને ભારે હાલાકી ભોગવી પડે છે..કંટ્રોલર ન હોવાને કારણે પાસ માટે વિદ્યાર્થી ઓએ બારોડલી સુધી ધરમધક્કા ખાવ પડે છે



સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું વસ્તી પ્રમાણે અને વિસ્તાર પ્રમાણે ગણવા જઈએ તો સૌથી મોટું ગામ એટલે કડોદ ગામ જે ગામમાં વર્ષોથી બસ સ્ટેન્ડની માંગ હતી. બારડોલીના ધારાસભ્ય અને જે તે સમયના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે અનેકો રજૂઆતો બાદ કડોદ ગામની બસસ્ટેન્ડની માંગને સમજી તેઓની ગ્રાન્ટમાંથી સુંદર બસસ્ટેન્ડ તૈયાર કરાવ્યું હતું. અને 15 મી ઓગસ્ટ 2021નાં રોજ લોકો માટે ખુલ્લું પણ મુકવામાં આવ્યું પરંતુ આજે એ બસસ્ટેન્ડની પરિસ્થિતિ કઈક વિપરીત જ છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે અનેક વિદ્યાર્થીઓ , મહિલા મુસાફરો તેમજ દરરોજ બસમાં અવર જવર કરતા અનેક મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ રાજ્ય સરકાર એસ.ટી વિભાગની આવક વધારવા માટે અનેક નવા રૂટો શરૂ કરી રહી છે. અને વિદ્યાર્થીઓના ભણતરમાં અગવડ ન પડે તે માટે તાત્કાલિક પાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. તો બીજી તરફ બારડોલી તાલુકાનાં મોટા માં મોટા ગણાતા કડોદ ગામમાં સુંદર મજાનું બસસ્ટેન્ડ તો તૈયાર કરાવી દેવાયું પરંતુ છેલ્લા 3 મહિનાથી કન્ટ્રોલ કેબિનનું તાળું ખોલવામાં આવ્યું નથી. જેને કારણે આસપાસના ગામોમાંથી કડોદ આવી બારડોલી તેમજ સુરત અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓએ બારડોલી સુધી માત્ર એસ.ટીનો પાસ કઢાવવા માટે ધક્કો ખાવાની નોબત આવે છે. આ કાળઝાળ ગરમીમાં મુસાફરોને અગવડ ન પડે તે માટે કડોદ બસસ્ટેન્ડ ખાતે પંખાઓ તો લગાવવામાં આવ્યા છે. પરંતુ જે બસસ્ટેન્ડ પર કન્ટ્રોલર જ હાજર ન હોઈ ત્યાં પંખા અને લાઈટો ક્યાંથી ચાલુ રહી શકે. આજ પરિસ્થિતિનો સામનો મુસાફરો છેલ્લા 3 મહિનાથી ભોગવી રહ્યા છે. આખો દિવસ દરમિયાન અનેકો મહિલાઓ આ બસસ્ટેન્ડ પરથી બસોની રાહ જોઈ બસમાં મુસાફરી કરતી હોય છે.ત્યારે કડોદ ખાતે સરકારની ગ્રાન્ટમાંથી બસસ્ટેન્ડ તો બનાવાયું પરંતુ શૌચાલયના અભાવના કારણે પુરુષો તો ઠીક મહિલાઓ ઘણી દુવિધાની સાથે હાલાકી ભોગવવી પડે છે. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનો પણ કોઈ ધ્યાન ન આપતા મુસાફરોમાં તંત્ર અને પ્રસાસન પર ભારે રોષ જોવા મળ્યો હતો.


રોશની ગાંધી, ડેપો મેનેજર (માંડવી)

– ડિવિઝન કચેરી દ્વારા કડોદ બસસ્ટેન્ડ ખાતે કન્ટ્રોલર બેસાળવા ના પડાઈ છે .આમતો કડોદ ગામ બારડોલી તાલુકામાં આવે છે. પરંતુ કડોદ ખાતે તૈયાર કરવામાં આવેલ બસસ્ટેન્ડનો તમામ કાર્યભાર માંડવી ડેપો વિભાગને શોપવામાં આવ્યો છે. ત્યારે મુસાફરોને પડતી હાલાકી મામલે માંડવીના એસ.ટી ડેપો મેનેજર રોશની ગાંધીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું. કે કડોદ બસસ્ટેન્ડ ખાતે કન્ટ્રોલર ન બેસાડવા માટે ડિવિઝન કચેરીએથી સૂચના આપવામાં આવી છે. અને અમારા DPO ( વિભાગીય પરિવહન અધિકારી )ની સૂચના પ્રમાણે અમે કામ કરતા હોઈએ છે. જેથી વધુ વિગત તમને તેઓ પાસેથી જ મળી શકશે તેવું જણાવી પોતાનો બચાવ કર્યો હતો. આં બાબતે અધિકારી ને પુસ્તા.

– કન્ટ્રોલર નથી તે મામલે આપે જાણ કરી ત્યારે મને ખબર પડી : ઓ.જી.સુરતી, ઇન્ચાર્જ DPO

એસ.ટી વિભાગની ડિવિઝન કચેરીના ઇન્ચાર્જ વિભાગીય પરિવહન અધિકારી ઓ.જી.સુરતીને કડોદ બસસ્ટેન્ડ પર કન્ટ્રોલર ન હોવા મામલે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે આ મામલે મને કશી જાણ નથી અને તમે જણાવો છો ત્યારે મને ખબર પડી છે. તો ચોક્કસ આ સમસ્યાને હજ ધ્યાને લઇ 2 દિવસમાં આ મામલે નિરાકરણ લાવી દઈશ જેથી કરીને મુસાફરોને હાલાકી ન પડે.


Share to

You may have missed