નેત્રંગ -30-03-2023
ભરૂચ જિલ્લા ના નેત્રંગ નગર મા શ્રી રામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી ની સાથે સાથે રામલલ્લા ની ભવ્ય શોભાયાત્રા જયશ્રી રામના ગગન ભેદી નારાઓ સાથે નિકળી જેમા વિશાળ સંખ્યા મા નગર સહિત પંથક ના ગામે ગામથી ભક્તજનો ઉમટી પડ્યા હતા,
બીજી તરફ શોભા યાત્રાને લઈ ને નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ કે,એન, વાધેલા તેમજ સ્ટાફ થકી યાત્રા દરમિયાન કોઈ અનિછનીય બનાવ ન બને તેને લઈ ને ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેનાત રખાયો હતો.
શ્રી કંકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ( રાધાકૃષ્ણ મંદિર ) જીન બજાર ( ટેકરા વાળા મંદિર ) આવેલ રામજી મંદિર ખાતે ચૈત્ર સુદ નોમને શ્રીરામ જન્મોત્સવ ને લઈ ને આજે સવારના અગિયાર કલાકે રામધૂન ની રમઝટ જામી હતી, ત્યાર બાદ શ્રી રામ લલ્લા ના જન્મ ની ભવ્ય ઉજવણી થઇ હતી,
નગરના ભાવિકભકતજનો, વિશ્ર્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સંવયસેવક સંઘ ( આર, એસ, એસ.) તેમજ શ્રી કંકેશ્વર ચેરીટેબલ ના સંયુક્ત ઉપકમે શ્રી રામ લલ્લા ની ભવ્ય શોભા યાત્રા ગાંધી બજાર જલારામ મંદિરેથી બપોરના ત્રણ કલાકે રામ લલ્લા ની આરતી બાદ યાત્રા વાજતે ગાજતે નિકળી હતી, યાત્રા જલારામ ફળીયા થઇ ગાંધીબજાર થઇ ગ્રામપંચાયત સેવાસદન પાસે આવી પહોચતા ઝધડીયા વિધાન સભા ના ધારાસભ્ય રીતેષભાઈ વસાવાએ શ્રીરામ ની પ્રતિમાને ફુલહાર કરી હતી. ડી જેના શોભા યાત્રા આગળ વધી હતી, જવાહરબજાર ચાર રસ્તા વિસ્તાર થઈ જીનબજાર ખાતે આવેલ રામજી મંદિરે પહોંચી હતી, જયા સાંજ ના રામજી મંદિર ખાતે ધજારોહણ કાર્યક્રમ થયો હતો.
રિપોર્ટર -વિજય વસાવા નેત્રંગ*
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો