November 21, 2024

સંતાનમાં પુત્ર ન હોવાથી કમી પૂરી કરીનેત્રંગમાં પિતાના અવસાન બાદ પુત્રીએ અગ્નિસંસ્કાર કયાઁ.

Share to




નેત્રંગ નગરમાં પિતાનુ અવસાન થતા પુત્રીએ પિતાના પાથિઁવદેહને અગ્નિદાહ આપી પુત્રની ગરજ સારી હતી.
      નેત્રંગ નગરમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ વિસ્તાર મા આવેલ એકતા નગર સોસાયટીમાં રહેતા અને ચાસવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા  લતાબેન ના પતિ રાજેન્દ્રસિંહ ચંદસિંહ ડોડીયા કે જેઓ મોવી રોડ પર પાન્નોગલ્લો ધરાવતા હતા તેઓ થોડા સમયથી બીમાર હતા. તેમને એક સપ્તાહ પહેલા સારવાર માટે સુરત ની ખાનગી હોસ્પિટલમાં લઈ  જવાયા હતા. જ્યાંથી સારવાર કરાવી રજા મળતા નેત્રંગ ખાતે પોતાના ધરે લાવવામા આવ્યા હતા, જયા તા,૧૧મી માર્ચ ના રોજ તેઓનુ અવસાન થતા બપોર ના ત્રણ થી ચાર ના સમય ગાળા દરમ્યાન તેમની અંતિમ યાત્રા નીકળી હતી, તેમને સંતાનમાં પૂત્ર ન હોવાથી તેમની બે પુત્રીએ પુત્રની ગરજ સારાતાં નાની પુત્રી દીક્ષા એ અંતિમ યાત્રાની આગળ માટલી લઇ ચાલી હતી, જ્યારે મોટી પુત્રી ઝીલે પિતાને મુખાગિન આપી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to