December 22, 2024

અંક્લેશ્વર ખાતે ભરૂચ જિલ્લાનાં સાંસદ મનસુખ વસાવાએ ૧૩મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોને ખુલ્લો મુક્યો* ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને કલેક્ટર શ્રી તુષારભાઇ સુમેરાની ગરિમામય ઉપસ્થિતિ**કંઇક નવું કરવાની વિચારધારા તેમજ રાજય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ મોડેલ વસાહત તરીકે ઉભરી આવી છે- સાંસદ શ્રી મનસુખ વસાવા

Share to



*ઔદ્યોગિક પ્રદર્શનને મીની વાયબ્રન્ટ ગુજરાત સમીટ તરીકે જોઇ શકાય છે જે ભરૂચને નવી દીશા અને ગતિ પૂરી પાડશે* -ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ*

ભરૂચ- ગુરુવાર- અંક્લેશ્વર ખાતે ડી. એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજીત ૧૩મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો- ૨૦૨૩ના ઉદ્દઘાટન સમારંભનું ઉદ્વધાટન મનસુખ વસાવાના અધ્યકક્ષસ્થાને કરાવામાં આવ્યું હતું. અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોને દેશ વિદેશમાં ઉપલબ્ધ નવી ટેક્નોલોજી અવગત કરાવવા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો પહેલેથી જ અભીગમ રહ્યો છે, તે અંતર્ગત છેલ્લા ૧૨ વર્ષથી એઆઇએ દ્વારા ટેકનીક્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે.
એઆઇએ-ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-૨૦૨૩ના ચેરમેનશ્રી પ્રવિણ એસ. તેરૈયાએ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો વિશે વિગતવાર જાણકારી આપી હતી. ૭ જાન્યુઆરી સુધી ચાલનારા મેગા પ્રદર્શનમાં ઇન્ડસ્ટ્રીઝને લગતા નાના – મોટા થઇને ૩૦૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
કાર્યક્રમના અધ્યક્ષ ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, ટેક્નોલોજીકલ એક્ઝીબીટર્સેના એકસ્પોનું નિરીક્ષણ કરતા નવી અદ્યતન સાધન-સામગ્રી ઉદ્યોગોને ઉપલબ્ધ થાય અને તેના વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય, તો આપણે ઓદ્યોગિક અકસ્માતો રોકવા સાથે ઉત્પાદન પ્રક્રિયાને સરળ અને ઇકો- ફ્રેન્ડલી બનાવવામાં સફળતા મળશે.
વધુમાં, તેમણે અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે આવા એક્સ્પોનું આયોજન થાય છે, તે ખૂબ સરાહનીય બાબત છે. આ વિસ્તારની અંદર જેટલા પણ ઉદ્યોગો આવ્યા તેઓના હકારાત્મક વલણ અને અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વિકાસલક્ષી અને સકારાત્મક વિચારધારામાં મુખ્યત્વે ઔદ્યોગિક અને સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી, નવી ટેકનોલોજીનો સ્વીકાર કરી, કંઇક નવું કરવાની વિચારધારાના કારણે આજે એક મોડેલ વસાહત તરીકે રાજય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી મોડેલ વસાહત તરીકે ઉભરી આવી છે. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજીત ૧૩માં એઆઇએ-ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-૨૦૨૩ના ઉદ્ઘાટન પ્રસંગે આભાર વ્યકત કરી એક્સ્પોને સફ્ળતા મળે તે માટે શુભેચ્છા પાઠવી હતી.
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ શાબ્દીક પ્રવચન આપતા કહ્યું હતું કે, એક્સ્પોમાં આ વખતે પણ ઘણી બધી નવી ટેકનોલોજીનું પ્રદર્શન થઇ રહ્યું છે, આ ઔદ્યોગિક પ્રદર્શનને મીની વાયબ્રન્ટ ગુજરાત સમીટ તરીકે જોઇ રહ્યો છું. જે માટે આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોના આયોજન ભરૂચને નવી દીશા અને ગતિ પૂરી પાડશે.
મહાનુભાવોઓ એક્સપોના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી .એક્ઝિબિશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટસ, ઇલેકટ્રીકલ્સ, ઇલેકટ્રોનીકસ સહિતનાં ઉદ્યોગોએ ભાગ લીધો છે.
સમારોહમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેક્ચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ ઉદ્યાગોને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજીત ૧૩મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો- ૨૦૨૩ના ઉદ્ઘાટન સમારંભના અતિથિ વિશેષ તુષારભાઇ સુમેરા, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી અને નતીષા માથુર આસિસ્ટન્ટ ક્લેક્ટર અંક્લેશ્વર, શ્રી કલ્પેશ કુમાર શર્મા, આઇ.એ.એસ આસિસ્ટન્ટ કલેક્ટર (પ્રોબેશન), ભરૂચ, એઆઇએના પ્રમુખશ્રી જસુભાઇ ચૌધરી, એઆઇએ-ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-૨૦૨૩ના ચેરમેનશ્રી પ્રવિણ એસ. તેરૈયા, બીઝનેશ પ્રમોશન કમિટીના ચેરમેનશ્રી પ્રશાંત પી. પટેલ, નોટીફાઇડ એરીયા બોર્ડ, અંક્લેશ્વરના ચેરમેનશ્રી મનસુખભાઇ વેકરીયા, સરકારી અધિકારીશ્રીઓ, ભરૂચ જીલ્લાના વિવિધ એસોસિએશન્સના પ્રમુખશ્રીઓ, એઆઇએના પુર્વ પ્રમુખશ્રીઓ, મેનેજીંગ કમિટી સભ્યશ્રીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed