રાજપીપલા,મંગળવાર: નર્મદા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાનારી ધોરણ–૧૦ અને ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રીપીટર/ખાનગી/પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાઓ શાંત અને સૌહાર્દપૂર્ણ રીતે યોજાય અને નિર્ભયતાથી પરીક્ષાનું સરળ સંચાલન થાય તથા ગેરરીતીના પ્રલોભનથી દોરવાયા વિના વિધાર્થીઓ પરીક્ષા આપી શકે તેવા હેતુસર પરીક્ષાના સમયગાળા દરમિયાન તા.૧૫ મી જુલાઇ,૨૦૨૧ થી તા.૨૮ મી જુલાઇ,૨૦૨૧ સુધી સવારના ૧૦=૦૦ કલાકથી બપોરના ૧:૧૫ કલાક અને બપોરે ૨:૩૦ કલાકથી સાંજના ૬=૦૦ કલાક સુધીના સમયગાળા માટે નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રોમાં બે સેશનમાં યોજાશે. જેમાં પરીક્ષા કેન્દ્રોની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો, જગ્યા-સ્થળ અને વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તદ્અનુસાર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન-અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. તેમજ કોઇપણ વ્યક્તિએ કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવુ કોઇ કૃત્ય કરવું / કરાવવું નહીં. તેમજ લાઉડસ્પીકર વગાડવા નહિ. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ મોબાઇલ, કેલક્યુલેટર વગેરે જેવી ઇલેક્ટ્રોનિક આઇટમ તથા પુસ્તક કાપલીઓ ઝેરોક્ષ નકલોનું વહન કરવુ નહી કે કરાવવામાં મદદગીરી કરવી નહી તેમ પણ આ હુકમમાં વધુમાં જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો ભંગ થયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો