ભરૂચ ભોઇ સમાજના આગેવાનો દ્વારા ફુરજા વિસ્તારમાં ભગવાન જગન્નાથની પુજા અર્ચના કરી અને મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક કોરોના ગાઈડલાઇનનું પાલન કરીને રથયાત્રા કાઢવામાં આવી હતી
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શનિવારે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી આ વર્ષે પણ કોરોનાને લીધે પરિસરમાં જ રથ ફરશે જેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી
કોરોના મહામારીની ત્રીજી લહેરને આમંત્રણ ન મળી રહે તે તમામ આયોજકોએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હોવાથી તમામ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઇ હતી ભરૂચ જિલ્લાના અલગ અલગ 5 વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી હતી પરંપરાગત રીતે ભગવાની પૂજન અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં યાત્રા ફેરવી અને ઉજવણીની સંપન્ન કરવામાં આવી હતી દરેક જિલ્લાની જેમ ભરૂચ જીલ્લામાં પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ વડા સહિતના સ્ટાફએ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી અને રથને મંદિર પરિસરમાં કાઢવામાં આવ્યું હતું શ્રધ્ધાળુઓ અને ભક્તોએ મંદિર પરિસરમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ભગવાન જગન્નાથનાં દર્શન કર્યા હતા
ભગવાન જગન્નાથની આરતી સમય દરિમ્યાન ભરૂચ ડી.એસ.પી રાજેન્દ્રસિહ ચુડાસમા, એ.એસ.પી વિકાસ સુંડે અને પરમાર સાહેબ સહિત પોલીસ સ્ટાફે મંદિર પરિસરમાં ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો હતો
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો