December 23, 2024

રણમાં ભૂલા પડેલા બે લોકો ને ગ્રામજનોએ બચાવી લીધા, પાણી વગર બેભાન થઈ ગયા!

Share to


ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ પાસે રણમાં બે બાઇક ચાલકો રસ્તો ભુલવાના કારણે ફસાઇ ગયા હતા. અને પાણી વગર બેભાન થઈ જતા બાજુના નીમકનગર ગામના લોકોએ ટ્રેક્ટર લઇ જઇ બંને માણસો ને બચાવી લીધા હતા. કાળી મેઘલી રાત ઘોર અંધકાર અને નિર્જન રણમાં આ દશ્ય કાળજુ કંપાવી નાખે તેવી ઘટના બની હતી. કાળજુ કંપાવી નાખે હૈયું ધ્રુજાવી નાખે એવી ઘટના કચ્છના નાના રણમાં બની હતી. ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના દલવાડી સમાજના બે ભાઇઓ બાઈક સવાર વિર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા નીકળ્યા. આગળ જતા રસ્તો ભુલવાના કારણે અને બાઇક બંધ થઈ જવાથી રસ્તો ભુલી ગયા. રસ્તો બંધ અને બાઇક બંધ થઈ જતાં વેરાન રણમાં પીવાનું પાણી પણ ખતમ થઈ ગયું સવારના દશ વાગ્યા થી આ પરિસ્થિતિમાં પાણી વગર તરફડીયા મારી રહ્યા હતા એવા સમયે સમાચાર આવ્યા કે રણમા કોઇ ફસાયું છે. તરતજ નિમકનગર ગામના અશ્વિનભાઈ કુડેચા પોતાનું ટ્રેક્ટર લઇ તેમના મિત્રો સાથે ખોવાયેલ વ્યક્તિને શોધવા નીકળી પડ્યા. રાત્રે અંધારામાં મોબાઈલની લાઈટ થી કુડાથી વીસ કિલોમીટર દૂર રણમાં બે લોકો બેભાન અવસ્થામાં હતા તેમને શોધીને તરત જ પીવાનું પાણી આપી નાસતો કરાવી આરામ કર્યો. અને ટેકટર માં એમના ઘરે લઈ આવ્યા ઘરેથી એકદમ સ્વસ્થ અવસ્થામાં જેમને નવું જીવતદાન મળ્યાનો અહેસાસ કર્યો અને ઘરેથી વિદાય આપી માનવ સેવા નું એક ઉદાહરણ પૂરું પૂરું પાડ્યું. અહીં એ વાત જણાવી દઈએ કે રણ કાંઠાના ગામડાના લોકો રણ વિશે ભોમિયા હોય છે અને એક ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તેઓ રણની વચ્ચેથી રસ્તો કાઢી લે છે. અમારો એક અનુભવ દશ વર્ષ પહેલાંનો રણમાં મારે જે સ્થળે જવાનું હતું તે સ્થળે મને રણ કાંઠાના વેણાસર ગામના એક દશ વર્ષનાં બાળકે રસ્તો બતાવ્યો હતો. ધન્યવાદ આપું છું આ નીમકનગર ના મહાન માનવીઓ નેં જે રણમાં ભુલા પડેલા લોકો ને રસ્તો બતાવે છે.

પાર્થ વેલાણી


Share to

You may have missed