December 22, 2024

તપોવન સ્પોર્ટ્સ એકેડમી ધ્વારા નવનિર્મિત મલ્ટીપરપઝ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટનરમત ગમત મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું 

Share to

   
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 
ભરૂચઃ શનિવાર :- ભરૂચ શહેર અને જીલ્લામાં રમત ગમત અને ખેલકૂદના વાતાવરણ નિર્માણ કરવા, રમતવીરોની પ્રતિભાને ઉજાગર કરવા, વિદ્યાર્થીઓ- યુવાનોને રમતગમતના ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમના સર્વાંગી વિકાસ માટેના હેતુસર તપોવન સંસ્કાર કેન્દ્ર- ભરૂચ ધ્વારા ‘તપોવન સ્પોર્ટ્સ એકેડમી’ શરૂ કરવામાં આવેલ છે જેમાં લોન ટેનીસ, બાસ્કેટબોલ, વોલીબોલ તેમજ સ્કેટિંગ રિંગ માટેના નવનિર્મિત મલ્ટીપરપઝ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે લોન ટેનીસ રમત રમીને ઉદધાટન કર્યું હતું.
આ વેળાએ રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૦ પહેલાની રમતમાં ગુજરાતનું ક્યાંય નામ ન હતું પરંતુ વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત થતાં ગુજરાત રમત ગમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઇ છે. શહેર અને જિલ્લાની શાળાઓના બાળકો માટે આ મલ્ટીપરપઝ ગ્રાઉન્ડ ખૂબ જ ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.
તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે પ્રમાણે ખેલ મહાકુંભ શરૂ  કરેલ ત્યારથી  ગુજરાતને ખેલ મહાકુંભ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભાઓ પ્રાપ્ત થઇ છે. તેમણે ડાંગ જેવા વિસ્તારમાંથી સરિતા ગાયકવાડ, મુરલી ગાવીત જેવા રમતવીરોએ ઓલિમ્પિક સુધી પહોંચી.ટોકયો ઓલિમ્પિકમાં પણ ગુજરાતની બહેનો જાય છે એ ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત છે.
ભરૂચ જિલ્લાના રમતવીરો માટે ખુશીના સમાચાર આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સંકુલ હોવું જોઈએ જેનાથી જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે. કોસમડી ખાતે ૧૫ એકર જમીનમાં ૫૦ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ ઉભું કરવામાં આવનાર છે જેનાથી જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને રમતગમત ક્ષેત્રે આગળ આવી શકશે.
મંત્રીશ્રીએ તપોવન સંકુલના સંચાલકનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં તપોવન સંકુલમાં કુદરતી વાતાવરણનું સર્જન થાય છે જેમાં બાળકો  રમત ગમત પ્રવૃત્તિઓમાં આગળ આવી ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉજાગર કરે તેવી શુભેચ્છાઓ મંત્રીશ્રીએ પાઠવી હતી.
પ્રારંભમાં સંસ્થાના નિયામકશ્રી જાગૃતિબેને સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાનો પરિચય આપ્યો હતો. તપોવનના પ્રમુખશ્રી દિનેશભાઇ પંડયાએ તપોવનના ઉદે્શોને કાર્યાન્વિત કરવા ડીએલએસએસ શાળા અને સ્પોર્ટસ એકેડેમીનો લાભ વિધાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં લે તેમ જણાવ્યું હતું. 
આ કાર્યક્રમમાં જિલ્લા આગેવાન શ્રી મારુતિસિંહ અટોદરિયા, નાયબ કલેક્ટરશ્રી પ્રજાપતિ, ભરૂચ ડી. મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખશ્રી હરીશભાઈ જોષી, જીએનએફસી-નારદેશનાશ્રી પંકજ સનાદે,જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિરલ દેસાઇ, શાસાનાધિકારીશ્રી નિશાંત દવે,અને રમત ગમતના સિનિયર કોચ તેમજ મહાનુભાવો અને ખેલાડીઓ હાજર રહ્યા હતા.


Share to

You may have missed