ભરૂચઃ શનિવાર :- ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક જાહેરનામા ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૦૫/૦૭/૨૦૨૧ નાં ૦૮:૦૦ કલાક થી તા.૧૯/૦૭/૨૦૨૧ નાં રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યાએ ભેગા થવા કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્ટર કચેરી – ભરૂચની પ્રિમાઇસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીનાં સ્વરૂપે આવી આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓ, સ્મશાન યાત્રા-અંતિમયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યકિતને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ