સબ: અન્યાય સામે અવાજ ઉઠાવવનો બંધારણીય અધિકાર હોવા છતાં એમને સતત દબાવવાનો પ્રયાસ: શિક્ષિકા બેહનો
તા.૧-૭-૨૦૨૧ નેત્રંગ,
નેત્રંગ ટાઉનમાં આર કે ભક્ત વિદ્યાલયમાં પ્રખ્યાત સંસ્થા છે. ઘણાં સમયથી સારા પ્રયાસો થકી આદિવાસી સમાજ સહિત તમામને શિક્ષણ પૂરું પાડી રહી છે. પરતું છેલ્લાં એકાદ મહિનાથી સંસ્થા વિવાદોના વમળમાં ફસાઈ છે. 16 વર્ષથી પણ વધારે સમયથી ફરજ બજાવતી શિક્ષિકા બેહનોના તમામ સ્ટાફ ને સંસ્થા વડે સત્ર ચાલું થતા બાળકોના શિક્ષણની પરવાહ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યાં હતાં. અચાનક પ્રખ્યાત સંસ્થાએ આવું કરતા ધેરા પ્રત્યાઘાતો નેત્રંગ પથકમાં પડ્યાં હતા.બીજી તરફ સોમવારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખને આવેદન પત્ર પાઠવી ન્યાય અપાવવાની રજુવાત કરી હતી.
11 મી જૂને સંસ્થા દ્વારા શિક્ષિકા બહેનોને 11 મહિનાના કરારના આધારે તમારો કરાર પુરો થતાં તમને સોને છુટા કરવામાં આવે છે અને તમે જઈ શકો છો. તેમ મોખીક જાણ કરી હતી. આ મનસ્વી વલણ દાખવી અચાનક છૂટા કરી દેવામાં આવતા શિક્ષિકા બહેનોએ સંસ્થા સામે બાયો ચડાવી વિરોધ નોંધાવ્યો હતો. અને તાલુકા પંચાયતમાં આપેલી અરજી ની નોંધ પ્રમાણે શિક્ષિકા બેહનોને હાલ છુટા કરવાનું કોઈ લેખિત કારણ આપ્યુ નોહ્તું ,જ્યારે ગયા વર્ષેનો કોઈ લેખિત કરારના આધારની કોઈ નકલ પણ આપવામા આવી નોહતી. સંચાલક મંડળની કાયદેસર ફરજની બનતી હોવા છતાં પ્રમાણપત્ર આપવામા આવતું ન હોવાની લેખિત રજૂઆત કરી હતી.
આમ,
આર કે ભક્ત વિદ્યાલય નેત્રંગના શિક્ષિકા બહેનોએ ન્યાય અપાવવાની માંગણી સાથે તાલુકા પંચાયતના પ્રમુખને લેખિત રજુઆત કરી હતી. શિક્ષિકા બહેનોએ જણાવ્યું હતું કે, અન્યાય સામે અવાજ ઉઠાવવનો બંધારણીય અધિકાર હોવા છતાં એમને સતત દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારી સામે યુનિયન કેમ બનાવો છો કહી મૌખિક ખોટાં આરોપો મૂક્યા છે. જે પાયાવિહોણા છે.
(બોક્સ)
શાળામાં ઘણાં વર્ષથી ફરજ બજાવ્યા બાદ પણ અનુભવ પ્રમાણપત્ર ન આપવું યોગ્ય નથી
આટલો લાંબા સમયથી શિક્ષણ કાર્યનો અનુભવ હોવા છતા એકસાથે તમામ સ્ટાફને ફરજ મોકૂફ કરવું યોગ્ય નથી. લાંબા સમયથી શાળામાં હોવા છતાં અનુભવ પ્રમાણપત્ર આપવા પાછળનું કારણ અને જૂનો અને અનુભવી સ્ટાફ હોવા છતાં કારણ વીના બીજા નવા સ્ટાફની ભરતી કરવા પાછળનો હેતુ વિચારવા જેવો છે.
લીલાબેન એમ. વસાવા
નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ
*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ