December 22, 2024

આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી Vijay Rupani સાહેબે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહીને વર્ષ 2021-22 ના જીલ્લા સ્તરીય આંગણવાડીના 3 થી 6 વર્ષનાં બાળકો માટે કુલ 14

Share to

લાખથી વધુ ગણવેશ વિતરણ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન તરફથી વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર મેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત મેં કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે ઉપસ્થિત રહીને વિડીયો કોન્ફરન્સમાં જોડાઈને નાના ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન મળે, તેમની માનસિક-બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય તેમજ પ્રવૃત્તિમય શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય તે માટે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કર્યા.

આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પર્યુષાબેન વસાવા, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવુતિ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ શ્રદ્ધાબેન બારીયા, નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા તથા પદાધિકારી હાજર રહ્યા હતા.


Share to

You may have missed