December 22, 2024

લાઠી સફાઈ કામદારો એ પગાર વધારવા મુદ્દે ઉપવાસ આંદોલનની આપી ચીમકી.

Share to


લાઠી પાલીકામા રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીને હાલમાં રૂપિયા ૧૯૦ વેતન ચુકવવામાં આવે છે.જે વધારો કરવા પાલીકા તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા તા.૨૭-૬-૨૧ થી ૨૭ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે અને શહેરમાં સફાઇ કામ બંધ કરતા અનેક વિસ્તારમાં ગંદકીના ઢગ શરૂ થયા છે.
બે ત્રણ દિવસમાં જો કોઈ ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
કોરોના મહામારીમાં જે રોગચાળાને નિયંત્રણમાં રાખવા કોરોના વોરીયૅર તરીકે ફરજ નિભાવી છે તેમનું સન્માન કરવું તો દુર રહ્યું પરંતુ આથિૅક રીતે શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ સફાઈ કામદારો કરી રહ્યા છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed