December 22, 2024

હળવદના સુખપર ગામ નજીક પ્રેમીપંખીડાએ ટ્રેન હેઠળ પડતું મૂકી સજોડે કયો આપઘાત

Share to


સમાજ એક નહિ થવા દે તેવા ભયથી પ્રેમી પંખીડાનો આપઘાત


હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આજે સવારના સુમારે પસાર થતી ટ્રેનની ઠોકરે આવી જતા એક યુવક અને એક યુવતીનું મોત થયું હતું જે બનાવ આપઘાતનો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુખપર ગામ નજીક રહેતા સહદેવ જસમત કોળી અને કાજલબેન છગનભાઈ કોળી નામના યુવક અને યુવતીનું આજે સવારે માલગાડીની ઠોકરે મોત થયું હતું જે બનાવ અંગે આધારભૂત સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હોય અને સમાજ એક નહિ થવા દે તેવા ભયથી પ્રેમી પંખીડાએ સજોડે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે તો બનાવને પગલે ગામના સરપંચ ભરતભાઈ સહિતના સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા રેલ્વે પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતુ.

પાર્થ વેલાણી


Share to

You may have missed