December 22, 2024

નેત્રંગના એસ.પી. પેટ્રોલ પંપ પાસે અજાણ્યાં વાહન ચાલકે ઊંઘતા દિવ્યાંગ શ્રમજીવી દંપતી ઉપર ટ્રક ચડાવી

Share to


ડોકટરોની હડતાળના પગલે નેત્રંગ સીએચસી ઉપર પ્રાથમિક સારવાર ન મળી

તા.૨૬-૬-૨૦૨૧ નેત્રંગ,

ભરૂચ સિવિલ પોહચતાં પેહલા ઝાડેશ્વર પાસે દિવ્યાંગ સ્ત્રીનું કમકમાટીભર્યુ મોત



નેત્રંગ ટાઉનમાં એસ.પી.પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે રોડ સાઈડ નિદ્રાધીન શ્રમજીવી દંપતી ઉપર ટ્રક ચડાવી દેતા અપંગ મહીલાના બને પગ
કપાય ગયાં હતાં. બીજી બાજુ ડોક્ટરોની રાજ્ય વ્યાપી હડતાળના પગલે નેત્રંગ સરકારી દવાખાને યોગ્ય સમયે સારવાર ન મળતાં 45 વર્ષીય મહિલાનું રેશ્ક્યું વેળા જ મોત નિપજ્યું હતું.
ગુરૂવારે મોડી રાત્રે નેત્રંગથી મોવી રોડ ઉપર એસ.પી.પેટ્રોલ પંપ પાસે અજાણ્યાં રાત્રે ટ્રક ચાલકે નિદ્રાધીન શ્રમજીવી દંપતી ઉપર ટ્રક ચડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ અપંગ સ્ત્રીના પગ ઉપર ટ્રકના ટાયર ફરી વળતાં બંને પગ કપાય ગયા હતા. રાત્રીના બીજા પોહરે ધટના બનવાત છતાં લોકટોળાં ઉમટી પડ્યા હતા. મહિલાના પગે અપંગ હતી અને એનાં જોડે જ અકસ્માતની ધટના બનતા અરેરાટી ફેલાઇ હતી. અકસ્માત બાદ ઈમરજન્સી સર્વિસ આપતી 108 એમ્બ્યુલન્સ સમય પર આવી ગઇ હતી. બીજી તરફ ડોકટરોની હડતાળના પગલે નેત્રંગ સરકારી દવાખાને સારવાર મળી નહી આથી માનવતાના ધોરણે 108 ની એમ્બ્યુલન્સની ટીમે મહિલાને ભરૂચ સિવિલ ખેડવાનો નિર્યણ લીધો હતો. નેત્રંગથી ભરૂચ સિવિલ પોહચતા પેહલા ઝાડેશ્વર પાસે મહિલાએ દમ તોડી દીધો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મહિલાને નેત્રંગ દવાખાને ઈમરજન્સી સારવાર મળી હોત તો જીવ બચી ગયો હોત પરંતું સરકારી દવાખાને ડોક્ટરોની હડતાળના પગલે મહિલાને ટ્રિટમેન્ટ ન મળતાં રેશક્યું દરમ્યાન જ વધુ લોહિ વહી જતાં શકુંતલા રૂપસિંગ વસાવા નું મુત્યું થયુ હતું.


(બોક્સ )
અકસ્માતની ધટના બની તેની હાલ તપાસ ચાલુ છે. નેત્રંગ ચોકડી અને ધટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામા આવી રહયા છે. ધટના ક્યારે બની એનો ચોક્ક્સ સમય ન મળતાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
રમેશ વસાવા જમાદાર નેત્રંગ પોલીસ સ્ટેશન

દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ


Share to

You may have missed