December 23, 2024

વાલિયા:પોલીસે મૌઝા ગામની સીમમાં નદી કિનારે ગૌ માંસના 40 કિલોના જથ્થા સહિત કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો, 2 ઈસમ ફરાર

Share to


નેત્રંગ તાલુકાના મૌઝા ગામની સીમમાં નદી કિનારે ગૌ માસનો 40 કિલોના જથ્થો મળી આવતાં ગૌરક્ષકોમાં ભારે રોષ.

તા.૧૩-૬-૨૦૨૧ નેત્રંગ,

નેત્રંગ તાલુકામાં આવેલ મૌઝા ગામની સીમમાં નદી કિનારે સ્મશાન પાસે ઝરણાવાડી ગામમાં રહેતો મુકેશ ચંદુભાઈ વસાવા અને વિજય વસાવા ગેરકાયદેસર રીતે ગૌ વંશની કતલ કરી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે બાતમી વાળી જ્ગ્યા પર દરોડા પાડ્યા હતા પોલીસના દરોડા દરમિયાન ગૌ વંશની કતલ કરતાં બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 40 કિલો ગૌ માસનો જથ્થો અને એક બાઇક મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ફરાર થયેલ બંને ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે તાલુકાના ગૌરક્ષકોમાં ભારે રોષ.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed