December 21, 2024

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા ન્યાયાલયના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી કરાઈ

Share to


—————————–
સુરત:રવિવાર: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા ન્યાયાલયના જજ અને ચેરમેનશ્રી વિ.કે.વ્યાસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સચિવ અને અધિક સિનિયર જજશ્રી કે.એન.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સનરાઈઝ શિક્ષણ અને સ્પોર્ટ્સ સંસ્થા ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલ યુવાનોને સચિવશ્રી કે.એન.પ્રજાપતિએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી દિવસોમાં વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પી.એલ.વી. પ્રદિપભાઈ શિરસાઠે કર્યું હતું.


Share to

You may have missed