રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ઝઘડિયા અને નેચરલ તાલુકાના ૪૭ જેટલા ગંભીર અને અત્યંત જરૂરી પ્રશ્નોના નિવારણ માટે આવેદનપત્ર પાઠવાયું
ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં આવતા ઝઘડિયા વાલિયા અને નેત્રંગ ત્રણે તાલુકામાં સરકાર દ્વારા જે વિકાસની વાતો થઈ રહી છે તેની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે, ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં જંગલની જમીન, વન અધિકાર કાયદો, ખેતીના પાકને વ્યાપક નુકસાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, આંગણવાડીના મકાનો, સીસી રોડ, શિક્ષકોની ધટ, વીજ લાઈનના પ્રશ્નો, પ્રાથમિક શાળાના જર્જરીત મકાન વિગેરે ઘણી મોટી સમસ્યાઓ અને પાયાની જરૂરિયાતોથી વિધાનસભા વિસ્તારની પ્રજા વંચિત રહી છે, જય આદિવાસી મહાસંઘ આજરોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને સંબોધી નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં જરૂરી અને ગંભીર પ્રશ્નોના નિવારણ માટે તેમના ૪૭ જેટલી માંગણીઓ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં (૧) જંગલ જમીન વન અધિકાર કાયદો ૨૦૦૬ અને તેના નીતિ નિયમો ૨૦૦૮ અનુસાર નેત્રંગ ઝઘડિયા તાલુકાના દાવેદારોએ દાવા અરજી કરી છે એફઆરસી એ નીતિ નિયમ પ્રમાણે ફોર્મ ભરી સ્થળ ચકાસણી કરી ગ્રામસભામાં દાવાઓ રજૂ કરી ગ્રામસભાએ જે દવાઓ મંજૂર કરે છે તે દાવાની મંજૂર કરવા પેટા વિભાગીય સમિતિમાં મોકલી આપેલ અને જે દાવા દાવેદારોને મંજૂર કે ના મંજૂરીનો પત્ર મળેલ નથી તેવા તમામ પેન્ડિંગ દાવાઓને મંજૂર કરવાની માંગણી કરી હતી (૨) દાવાઓ મંજૂર થયા છે તેમાં કબજા મુજબ ક્ષેત્રફળ મંજૂર કરેલ નથી તેથી ગ્રામસભાએ મંજૂર કરેલ અને કબજા મુજબનું ક્ષેત્રફળ મંજુર કરવાની માંગણી કરી છે (૩) દૂર થયેલ દાવાઓમાં ઘણા દાવેદાર એવા છે જેમણે જીપીએસ કરેલ છે પરંતુ ગીર ફાઉન્ડેશનનો કોઈપણ જાતનો અભિપ્રાય મળેલ નથી તેવા તમામ દાવાઓને જલ્દી અભિપ્રાય મેળવી તમામ નવા મંજૂર કરવાની માંગણી કરી છે (૪) હાલમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં અતિભારે વરસાદ હોવાથી ખેતીના પાકોમાં ઘણું નુકસાન થયેલ છે, રાજ્યના ઘણા જિલ્લા અને તાલુકામાં ખેડૂતોને વળતર મળે તેથી સર્વે કરવામાં આવી રહ્યું છે પરંતુ નેત્રંગ તાલુકામાં કોઈપણ જાતનું સર્વે થયું નથી ઉપરાંત ઝઘડિયા તાલુકામાં ફક્ત જુલાઈ માસના નુકસાન થયું તેનું સર્વે થાય છે તો જુલાઈનો ઓગસ્ટ માસનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી કરી છે (૫) જમીન કે મિલકતના માલિકનું મરણ થાય ત્યારે વારસદારોની વારસાઈ કરવામાં આવે છે તે વખતે મરણ જનારનો મરણનો દાખલો અસલ લઈ લેવામાં આવે છે એની જગ્યાએ પ્રમાણીત કરેલ દાખલો ચલાવવામાં આવે તેવી માંગ કરી હતી (૬) નેત્રંગ તાલુકામાં લાલ મટોડી થી ઝરણા તરફ નો રસ્તો આઝાદી મળ્યા પછી ૭૮ માં વર્ષે બનેલ છે આ રસ્તે આવતા ગળનારાઓ ધોવાઈ ગયા છે અને ભવિષ્યમાં પણ ચોમાસા દરમિયાન મોટો પ્રશ્ન રહેવાનો છે જેથી ગળનારાની જગ્યાએ પાયાવાળા નાળા બનાવવામાં આવે તેવી માંગણી કરી છે, આ ઉપરાંત કાંટીપાડા ફોરેસ્ટ કંપનીમાં આંગણવાડીનું મકાન બનાવવું, રઝલવાડા ગામથી સ્મશાન સુધીનો રસ્તો, રઝલવાડા થી જામોલી ગામને જોડતો રસ્તો, મધુમતી નદી પર પાયાવાળો પુલ, રઝલવાડાથી બિલવાળા ને જોડતો રસ્તો, રઝલવાડાની જેસપુર કંપનીને જોડતો રસ્તો, ઉમલ્લા ગામથી કપાટ સુધીનો પાકો રસ્તો, પીપળીપાન થી ખોડાઆંબા તરફ ગામનો રસ્તો, પીપળીપાન થી રામપુર, દરિયા, પડવાણિયા જવાનો રસ્તો નવેસરથી બનાવવો, કોચબાર ગામથી સ્મશાન સુધીનો રસ્તો, ડેબાર ગામ થી સ્મશાનનો રસ્તો, કાકરપાડા ગામ જવાનો રસ્તો, વાંદરવેલી ગામથી સ્મશાન થી ખેતર સુધી જવાનો રસ્તો, કાકરપાડા ગામમાં વીજ લાઈનની મોટી ટીસી મુકવાની માંગણી, કાંટીપાડા થી ભગત ફળિયા, વડપાન, ટીમલા ગામનો રસ્તો તથા ટીમલા ગામમાં મોટો પુલ બનાવવામાં આવે તેવી માંગણી, ગાલીબા ફીચવાડા શિયાલી બાંડાબેડા તથા જામોલી ગામમાં પ્રાથમિક શાળાના જર્જરી ઓરડા ને ઉતારી નવા બનાવવાની માંગણી, રાજપારડી થી નેત્રંગ ગામને જોડતો મુખ્ય રસ્તો બનાવવાની માંગણી, ધોલી ગામની જૂની આંગણવાડી તોડયા બાદ નવી બનાવવામાંથી આવી નથી જે બનાવવા બાબતની માંગણી, આ સાથે ૪૭ જેટલા અત્યંત જરૂરી અને ગંભીર પ્રશ્નો બાબતે કાંટીપાડા ફોરેસ્ટ કંપની ધોલેખામ શણકોઈ કોચબાર ડેબાર પીપળીપાન રઝલવાડા સહિતના ગામના લોકો ઉપસ્થિત રહી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તેમની માંગણીઓનું નિરાકરણ માટે આવેદનપત્ર આપ્યું હતું.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…