October 12, 2024

*અબડાસા ના નલિયા એસટી ડેપો મેનેજર સુરેશભાઈ બી પરમાર ને નલિયા ડેપો મધ્યે તેરા, બીટા, રૂટવાળી બધી બસો રેગ્યુલર ન આવતા અને આવનાર બધી બસો ક્યાંકને ક્યાંક રોજ બગડી જાય છે.*

Share to

*લોકેશન.નલિયા*

*ભુજ થી આવવા જવા માં વારંવાર તકલીફ થતી હોવાથી આજે નલિયા એસટી ડેપો મધ્યે બીટા, હમીરપર , ધુફીનાની, સરપંચ. સામાજિક કાર્યકર જાડેજા અજયસિંહ, ભાવિક ઠક્કર, વિવેક ગોસ્વામી એ રૂબરૂ આવીને આવેદનપત્રક આપી અને રજૂઆત કરી. ત્યારે ડેપો મેનેજર સુરેશભાઈ બી. પરમાર એ યોગ્ય જવાબ ન આપ્યો. અને તમે ડેપો માં માંડવો બાંધી બેસજો જે થાય તે કરી લેજો એવું તુચ્છ જવાબ આપવામાં આવ્યો.*

*ત્યાર બાદ ભુજ D.T.O બેન એસટી ડેપો ની મુલાકાતે આવ્યા હતા.*

*એમનાથી વાતચીત કરતા એમણે વ્યવસ્થિત જવાબ આપીને જલ્દી થી સુધારો થશે એવું જણાવ્યું હતું, પરંતુ આ વિસ્તારના લોકોનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી ગ્રામજનો દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવશે.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to