December 21, 2024

*અબડાસા તાલુકાના નલિયા ખાતે સી.આર.ઝેડ લોકસુનાવણીમાં લેખિતમાં 31 તેમજ મૌખિકમાં 50 લોકોએ રજૂઆતો કરી.*

Share to

*લોકેશન નલિયા.**અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં પ્રાંત કચેરી ખાતે કચ્છ જિલ્લા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટના પર્યાવરણીય મંજૂરી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલી લોક સુનાવણી માં 42 ગામોના સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા અને ખાનગી જમીન અંગે તેના માલિકોને નોટિસો ન અપાતા કે ન કરાતા ઘરમાં ગરમીના દ્રશ્યો ખડા થયા હતા.*

*અબડાસા, લખપત, માંડવી તાલુકાના 42 ગામોની લોકસુનાવણી ગુજરાત પ્રદૂષણ બોર્ડના નિકુંજ પરીખ અને નરેશ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સવારના 11:00 વાગે થી સાંજે ચાર વાગ્યા સુધી ચાલેલી લોકસુનાવણી માં ત્રણેય તાલુકા માંથી 150 જેટલા લોકો આવ્યા હતા. જેમાં 31 જેટલા લોકોએ લેખિતમાં તેમજ 50 જેટલા લોકોએ મૌખિકમાં રજૂઆત કરી હતી. પ્રારંભે ભારે આક્રોશ સાથે લોકોએ એકી અવાજે કહ્યું હતું કે સુનવાણી અંગે કોઈને જાણ કરાઈ નથી સી આર ઝેડ પ્લાન ના નકશાઓમાં આવતી ખાનગી માલિકીના સર્વે નંબરો વાળી જમીન ના માલિકોને કોઈ જ નોટિસ અપાઈ નથી કે જાણ કરાઈ નથી અને માત્ર અખબારમાં જ અંગ્રેજી ભાષામાં જાહેરાત અપાઈ હોઈ લોકોએ એકજૂટ થઈ લોક સુનાવણી રદ કરવા માંગ કરી હતી.**અગાઉ ભુજમાં યોજાયેલી લોક સુનાવણીમાં વિરોધનો સુર વ્યક્ત કરાયા બાદ લોક સુનાવણી રદ કરાઈ હતી. નલિયામાં પણ કાંઠાળ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લોક સુનાવવાની માં હાજર રહ્યા હતા અને તેઓએ સૂચિત પ્લાન અને નકશામાં ભારે વિસંગતતાઓ હોવા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી અને જ્યાં સુધી કાંઠાળ પટ્ટીના જે નકશાઓ તૈયાર કરાયા છે તે નકશામાં રહેલી ત્રુટિઓ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી લોક સુનાવણી રદ કરવાની માંગ કરી હતી તેમજ લોક સુનાવણી માં રજૂઆત સમયે ભારે ગરમાગરમી જોવા મળી હતી.*
બાઇટ નિકુંજ પરીખ
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed