October 12, 2024

આ રીતે ભણશે ગુજરાત? 50 વિદ્યાર્થીઓ 8 કિમી પગપાળા ચાલી ને પહોંચ્યા બસ મથકે અને કર્યું હલ્લાબોલ

Share to

(ઈકરામ મલેક દ્વારા)- રાજપીપળા : તા. ૨૩ નર્મદા જિલ્લાના કેટલા ગામોમાં સમયસર વિદ્યાર્થીઓને બસ ન મળવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવીજ એક ઘટના આજે રાજપીપળા એસટી ડેપો માં જોવા મળી, ડેપો માં મોટા લીમટવાડા ગામના વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરતા નજરે પડ્યા હતા.

ડેપો માં ભેગા થયેલા 50 જેટલા વિદ્યાર્થીઓ નું કહેવું હતું કે તેઓ દરરોજ તેમના ગામથી રાજપીપળા આઠ કિલોમીટર પગપાળા અભ્યાસ માટે આવે છે કેમ કે તેમના ગામની કોઈ અલગ બસ ડેપો માંથી ફાળવવામાં આવી નથી આ માટે બે વાર રજૂઆત કરી છે છતાં પણ બસ આવતી નથી અને ડેડીયાપાડા કે અન્ય ગામની આવતી બસો માં ક્યારેક જગ્યા મળે તો તેઓ બેસી હતા હોય છે પણ મોટાભાગે ચાલતા જ આવવાનું થતું હોવાથી તેઓ સમયસર શાળામાં પહોંચતા નથી જેના કારણે અમારા સાહેબ અમને શાળામાંથી બહાર કાઢી મૂકતા અમારો અભ્યાસ બગડે છે, અમે બધા ધોરણ ૯.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ છીએ માટે અમારે નિયમિત શાળા ના અભ્યાસ કરવો જરૂરી છે પરંતુ એસટી ડેપો માંથી અમારા ગામની કોઈ અલગ બસ મૂકવામાં આવતી નથી.

: વિદ્યાર્થીઓ ના હલ્લાબોલ માં નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ પણ દરમિયાનગીરી કરી જણાવ્યું કે શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ તકલીફ વેઠી રાજપીપળા સુધી અભ્યાસ કરવા આવે છે, એસટી વિભાગ આ માટે યોગ્ય પગલાં લઈ બસ ની નિયમિત સુવિધા પૂરી પાડે એ જરૂરી છે.


Share to