*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે જિલ્લાના વધુમાં વધુ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તે માટે અનેકવિધ કાર્યક્રમો થકી જિલ્લાવાસીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ તથા રેલીઓ યોજાઈ રહી છે. જેમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિનર લાગતી અને તિરંગા જેવી કૃતિઓ બનાવી તેમની અંદરની દેશભાવના અને દેશપ્રેમને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાની સરકારી શાળાઓમાં ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેનાથી બાળકોમાં નાની ઉંમરથી જ દેશદાઝની ભાવના પ્રજવલિત થાય.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.