December 17, 2024

ગુજરાતના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી, સંતોનો પણ કર્યો ઉલ્લેખ

Share to

DNS NEWS
ગુજરાતના બનાસકાંઠાના

કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી. તેમણે પોતાના ભાષણ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. હવે શંકરાચાર્ય તરફથી તેમની આ માંગની પ્રશંસા કરવામાં આવી છે.

કોંગ્રેસની આ માંગને લઈને જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તરફથી પણ સરાહના કરવામાં આવી. તેમના તરફથી એક્સ હેન્ડલ પર લખવામાં આવ્યું, “પરમારાધ્ય જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શઙ્ગરાચાર્ય જી મહારાજની પ્રેરણાથી ગોભક્ત આદરણીય ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત ઉઠાવી. શઙ્ગરાચાર્ય જીની પદયાત્રાનો ઉલ્લેખ પણ કર્યો.”

ગેનીબેન ઠાકોરે સદનમાં કહ્યું, “હું ગૌ માતા વિશે વાત કરવા માંગું છું. હું માંગ કરું છું કે દેશના સાધુ સંતો અને જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે અને ગૌવંશ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર પ્રતિબંધિત કોઈ કાયદો લાગુ થાય એવી હું માંગ કરી રહી છું.”

નોંધનીય છે કે, ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી હાર્યા બાદ ગેનીબેન ઠાકોર અટક્યા નહોતા અને 2017માં વાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ગેનીબેન ઠાકોર 40 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. તમામ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ગનીબેન આ જ બેઠક પરથી 2022માં પણ જીત્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેને કોંગ્રેસનો 10 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો.


Share to

You may have missed