December 21, 2024

*વાલિયા GEB ના કર્મચારી પર હુમલો કરનારને કોર્ટે 1 વર્ષ જેલની સજા ફટકારી*

Share to

પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2022 ના 7 જુલાઈ ના રોજ વાલિયા ના ડુંગેરી ફળિયામાં રહેતા કાંતિભાઈ વસાવનાઓ પોતાના ઘરે લાઈટ ગઈ છે, એવી ફરિયાદ લઈ GEB કચેરીએ આવેલા અને ફરજ પર ના નરેશભાઈ મંગાભાઈ વસાવાનાઓ સાથે આ બાબતે બોલાચાલી કરી નજીક મા પડેલી લોખંડની પાઈપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા લોકોએ વચ્ચે પડી છોડાવેલ, તેમ છતાં ફરી વખત દોડી આવી ફરજ પર ના GEB કર્મી નરેશભાઈ મંગાભાઈ વસાવાને બે લાફા ઝીંકી દેતા આ બાબતે આરોપી કાંતિવસાવા સામે ફરિયાદી એ વાલિયા પો.સ્ટે મા IPC ની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

ત્યારે આ બાબતનો કેસ ચાલી જતા સાક્ષી સાહેદોની જુબાની અને પુરાવાઓ ને આધારે ભરૂચ જિલ્લાના વાલિયા જ્યુડિશિયલ કોર્ટે આરોપી કાંતિવસાવાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ નો ચુકાદો આપી રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે, જો દંડ ના ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરેલ છે.


Share to

You may have missed