October 12, 2024

રાજપીપળામા ભંગારવાડે થી મળી આવેલી સરકારી સાયકલોના પ્રકરણ મા ભીનું સંકેલાયું?

Share to

ઈકરામ મલેક દ્વારા રાજપીપલા

ગત તારીખ 27 જુલાઈના રોજ સરસ્વતી સાધના યોજના હેઠળ ની 20 જેટલી નવી નકોર સાયકલોનો જથ્થો ભરેલો એક ટેમ્પો ભંગારવાડે થી મળી આવ્યાની ઘટના બાદ 6 દિવસ વીત્યા છતાં પોલીસ દ્વારા કોઈની પણ સામે ગુન્હો નહિ નોંધવામાં આવતા લોકો મા તર્કવિતર્ક થઈ રહ્યા છે.

સદર સરકારી સાયકલો ક્યાં થી લાવવામાં આવી? કઈ શાળા માંથી કયા શિક્ષક દ્વારા વેચવામાં આવી? કોણે અને કેટલા રુપિયા મા આ સાયકલો વેચી એ તમામ સવાલો સામે નું રહસ્ય હજી પણ અકબંધ રહેતા આ મુદ્દે કોને બચાવવા માટે ની તૈયારીઓ થઈ રહી છે? એ મુદ્દો લોકો મા ચર્ચાઈ રહ્યો છે.

થોડા સમય પહેલા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા છોટાઉદેપુર ખાતેથી ધૂળ ખાઈ રહેલી અસંખ્ય આ સાયકલોનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યાર બાદ ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી ત્યારે રાજપીપળામાં 27 જુલાઈના રોજ આવવાની પાર્ટીના કાર્યકર્તાઓએ ભંગારવાડેથી આ સરકારી સાયકલ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

રાજપીપળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નો ટેલીફોનિક સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ મામલે હજી તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું.


Share to