December 21, 2024

બોડેલી અલીપુરાની નવજીવન હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ એજ જીવન સાથે એક રાખી એક પેડ ના સૂત્ર સાથે રેલી સ્વરૂપે નીકળી જન જાગૃતિનો ઉમદા સંદેશ

Share to

બોડેલી અલીપુરાની નવજીવન હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા શાળા ની ઈકો ક્લબ અને પ્રયત્ન ચેરીટેબલ ફાઉન્ડેશન આજવારોડ – બરોડાના સહયોગથી “એક રાખી એક પેડ”ના સૂત્ર સાથે અલીપુરા અને બોડેલીના માર્ગો પર એક રેલી સ્વરૂપે નીકળી જન જાગૃતિનો ઉમદા સંદેશ આપ્યો..

માનવ જીવનમાં વૃક્ષનું ખૂબ મહત્વ રહેલું છે આજે વૃક્ષો કાપતા જાય છે ત્યારે તેની અસર પર્યાવરણ પર અને માનવજાત તથા જીવ સૃષ્ટિ પર પડી રહી છે અને તેનો અનુભવ પણ થઈ રહ્યો છે ત્યારે વૃક્ષ એજ જીવન સાથે એક રાખી એક પેડ ના સૂત્ર સાથે લોક કલ્યાણ અર્થે પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ વધે તેવો સંદેશ જન જન સુધી પહોંચાડવાનાં હેતુસર આજે અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ તથા શાળાની ઈકો ક્લબ દ્વારા પ્રયત્ન ચેરીટેબલ ફાઉન્ડેશન આજવા રોડ બરોડા ના સહયોગથી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો ની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જને શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી જતીનભાઈ પંચોલી સાથે આચાર્ય એકના જાદવ તેમજ કન્વીનર શિક્ષિકા તેજલ બેન પંચાલે પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં શાળાના 900 વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે શાળાના ઉત્સાહી આચાર્ય એકનાથ જાદવ અને તેમના સાથી શિક્ષક ભાઈ બહેનો પણ હાથમાં છોડ લઈને જોડાઈ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું સંવર્ધન જતન કરે તેવો ઉમદા સંદેશ જન જન સુધી પહોંચાડવાની સાથે રોડ પર દુકાનદારોને પણ છોડ આપી તેને ઘર પાસે રોપી તેનું જતન કરી ઉછેર કરવા સમજાવ્યું હતું.

આ સમગ્ર અભિયાનને પ્રયત્ન ચેરીટેબલ ફાઉન્ડેશન આજવારોડ વડોદરાનાં અરવિંદભાઈ સાથે શાળા સંચાલક મંડળના પ્રમુખ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ બોડેલી વન વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે રેલી પરત શાળાએ ફરતા આચાર્ય એકનાથ જાદવ તથા પ્રવૃત્તિના કન્વીનર શિક્ષિકા તેજલબેન પંચાલ સહિત શાળા પરિવારના શિક્ષક ભાઈ બહેનો દ્વારા દરેક વિદ્યાર્થીને એક એક છોડ આપી તેને પોતાના ઘરે વાવી તેનું જતન અને સંવર્ધન કરી પર્યાવરણનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. રેલીના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જીવ સૃષ્ટિ માટે વૃક્ષનું મહત્વ શું છે તે અંગેની નાટીકા પણ ભજવી હતી અને વિદ્યાર્થીનીઓએ આદિવાસી નૃત્ય સાથેની કૃતિઓ રજૂ કરી હતી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed