October 12, 2024

બોડેલી ના જેસીંગપુરા પાસે એક વર્ષ થી ડાયવર્ઝનથી ચાલતું જોખમી નાડુ , ડુંગરવાડ થી જાંબુઘોડા રોડ પર ઊંચાપાંણ પાસે આવેલ જોખમી નાડામાં પાણી આવે તો ડાઈવરજન બંધ થાય અનેક ગામો સંપર્ક વિહોણા થાય

Share to

ોમાસામાં પાણી આવે તો ડાય વર્ઝન નો રસ્તો બંધ થાય અને અનેક ગામો જોડે સંપર્ક વિહોણો થઈ જાય

બોડેલી તાલુકાના જેસીંગપુરા ઉંચાપાણ પાસે આવેલ જોખમીનાળા પર અંદાજિત એક વર્ષ કરતાં વધુ સમયથી ડાયવર્ઝન પર ચાલતું હોય જેને લઇને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પાવીજેતપુર ડુંગરવાટ સુખી ડેમ થી ઊંચાપણ જાંબુઘોડા જવા માટે આ મુખ્ય રસ્તા નો ઉપયોગ થતો હોય છે અને આ રોડ પર ઉંચાપાણ ના જેસીંગપુરા પાસે આવેલ જોખમી નાડા પર અંદાજિત એક વર્ષ કરતાં વધુ સમયથી નાડુ ના બનતા સાઇડ પર આવેલ ડાયવર્ઝન પર વાહન ચાલકો જોખમી રીતે જતા હોય છે ખાસ કરીને ચોમાસાના સમય પર અહીંથી પાણી આવતા આ મુખ્ય રસ્તો માટે બંધ થઈ જાય છે જેને લઈને વાહન ચાલકોને લાંબો ફેરો ફરીને જવું પડતું હોય છે અને ખાસ કરીને રાત્રિના સમયે પણ વાહનચાલકોને જોખમી નાણા પરથી મુશ્કેલી જોવા મળી રહી છે ત્યારે માહિતી પસાર થતા વાહન ચાલકો જણાઈ રહ્યા છે કે વેલે તકે નાડાને બનાવવામાં આવે અને વાહનો તાલુકો માટે ખુલ્લુ મુકવામાં આવે તેમ જણાઈ રહ્યા છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to