December 6, 2024

રાજકોટ શહેર ખાતે પોલીસમાં પોલિસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિગઢવી પરિવારની વ્હાલસોયી દીકરી આયલબા નું અવસાન થતાં, પરિવાર દ્વારા દીકરીના અંગોનું દાન કરવામાં આવ્યુંબંને આંખ ડોનેટ કરવા માં આવી

Share to




સમાજમાં જ્યારે નાના માણસ દ્વારા લોક ઉપયોગી ઉમદા કાર્ય કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે સમાજના તમામ વર્ગના લોકો દ્વારા તેની નોંધ લેવામાં આવે છે. ઉપરાંત આવું પરોપકારનું કામ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવે છે, ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય છે. આવો જ એક કિસ્સો રાજકોટ ખાતે પ્રકાશમાં આવ્યો છે…_

_રાજકોટ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલિસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ (ગઢવી) ને સંતાનમાં આજથી છએક માસ પહેલા એક દીકરી આયલબા રઘુવીરદાન ઈશરાણિ (ગઢવી) નો જન્મ થયેલ હતો. દીકરી આયાલબાને અઠવાડિયા પહેલાં કિડની અને લિવર ની તકલીફ થતાં, તેને અમદાવાદ કિડની હોસ્પિટલ સારવાર માટે દાખલ કરેલ હતી. સારવાર દરમિયાન ડૉક્ટરો દ્વારા જરૂરી રિપોર્ટ કરી, નિદાન કરવામાં આવતા, દીકરી આયલબાની બનેં કિડની કામ કરતી ના હોય અને આગળ વધુ સારવાર કારગર નીવડે એમ ના હોય, જેથી હોસ્પિટલ ખાતેથી રજા આપી દીધેલ હતી. પરિવાર દ્વારા આયલબાને રાજકોટ કોઠારિયા નાકા ખાતે આવેલ દશા શ્રીમાળી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ અને સારવાર ચાલુ રાખવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમિયાન તા. 27.05.2024 ના રોજ વહેલી સવારે ડોક્ટર દ્વારા દીકરીને મરણ ગયેલ જાહેર કરેલ હતી…._

_ગઢવી પરિવારની વ્હાલસોયી દીકરી આયલબા નું અવસાન થતાં, પરિવાર દ્વારા આયલબાના અંગોનું દાન કરવાનું નક્કી કરી, ડોકટર પાસે ઈચ્છા વ્યક્ત કરતા, ડોકટર દ્વારા દીકરીની બંને આંખો ડોનેટ કરી શકાય, તેવું જણાવતા, પરિવાર દ્વારા દીકરીને બંને આંખ ડોનેટ કરવા નો નિર્ણય લેવા માં આવેલ હતો. આ બાબતે જી.ટી.શેઠ આંખ ની સિવિલ હોસ્પિટલ નો સંપર્ક કરી, રાત્રિ દરમિયાન  ડોક્ટર ની ટીમ દ્વારા આંખ ની જરૂરી કાર્યવાહી કરી, માત્ર છ માસ ની દીકરી આયલબાની બને આંખ ડોનેટ કરવા માં આવેલ હતી. આયલબાના પિતા રઘુવીર દાન ગઢવી રાજકોટ શહેર પોલીસ ખાતે ફરજ બજાવે છે અને પોતાની પુત્રી ની આંખ ડોનેટ કરી, ખરા અર્થ માં સમાજ સેવક અને પ્રજા સેવક તરીકે સમાજ ને એક ઉદારણ પૂરું પાડી, બીજાના કોઈ બાળકને અંધાપો દૂર કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરી, એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડેલ છે. પોલીસ કોન્સ. રઘુવીર દાન ગઢવી ની સેવાકીય ભાવનાની પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સુશ્રી વિધિ ચૌધરી, નાયબ પોલીસ કમિશનર શ્રી સજ્જન સિંહ પરમાર, શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, શ્રી સુધીર દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી…._

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed