જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર હાર્દિકભાઇ પ્રદિપભાઇ વાઘેલા જૂનાગઢના વતની હોય, હાર્દિકભાઇ જલારામ સોસાયટીથી મધુરમ તરફ પોતાની એક્ટીવા લઇને જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Redmi 10 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* ર હાર્દિકભાઇએ તે મોબાઇલ ફોન શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ. તેઓ જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહી તથા હાર્દિકભાઇનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, હાર્દિકભાઇ સિસોદીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હાર્દિકભાઇ પોતાની એક્ટીવા લઇ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટના CCTV ફૂટેજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા હાર્દિકભાઇનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Redmi 10 મોબાઇલ ફોન અક્ષરધામ મંદિર પાસે પડી ગયેલ હોય તેવું જાણવા મળેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો આગળનો રૂટ ચેક કરતા તે અજાણ્યા વ્યકિતની બાઇકનો રજી. નં. GJ-11-CK-0483 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તે બાઇક ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હાર્દિકભાઇનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Redmi 10 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હાર્દિકભાઇ વાઘેલાએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા રઘુવીરભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હાર્દિકભાઇ વાઘેલાનો રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતનો Redmi 10 મોબાઇલ ફોન ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
શિડ્યુલ પાંચમાં આવતા ઝઘડિયા તાલુકાના ગામોની જમીન સરકાર દ્વારા સંપાદન કરવામાં આવતા પડાલ ડમલાઈ અને મોરણ ના ગામોએ વિરોધ નોંધવામાં આવ્યો
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના અછાલિયા સબ સ્ટેશન પાસે ના નાળા પાસેથી અજગરને રેસક્યું કરાયો
નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે આવેલ નર્મદા સુગરની 35 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ… આવનાર દિવસોમાં નર્મદા સુગર ગુજરાતમાં નંબર એક પર આવે એવા પ્રયત્નો કરવામાં આવશે :ઘનશ્યામભાઈ પટેલ