ભરૂચ- સોમવાર – ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં મતદાન વધે તે માટે સ્વિપ એક્ટિવિટી થઈ રહી છે. સ્વિપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના માર્ગદર્શન હેઠળ જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર જંબુસરમાં રવિસભાનું આયોજન કરાયું હતું. જેમાં જંબુસર શહેર અને આજુબાજુના ગામડામાંથી અંદાજિત ૪૦૦ થી વધુ હરિભકતો હાજર આવતા હોઈ છે. જેમાં સંસ્થાના સંત શ્રી જ્ઞાનવીર સ્વામી અને યશોનિલય સ્વામિએ હરિભક્તોને મતદાન અવશ્ય કરે તે માટે સંકલ્પ લેવડાવ્યા હતા.