September 7, 2024

આમોદ તાલુકાની આંગણવાડીઓમાં મતદાર જાગૃતિ લાવવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન

Share to


****
  ભરૂચ- સોમવાર –  ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિ યોજાઈ રહી છે લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશભરમાં મહિલા મતદાતાઓને જાગૃત કરવા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આમોદ તાલુકાની આંગણવાડીઓમાં મતદાર જાગૃતિ લાવવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. પોતાના હાથમાં “મારો મત મારો અધિકારી” સ્લોગનની મહેંદી બનાવી હતી.
****


Share to

You may have missed