December 18, 2024

અત્યાર સુધીમાં ૩૭ વ્યક્તિઓએ કુલ ૫૬ જેટલા ઉમેદવારી પત્રો ઉપાડ્યાં

Share to


    ભરૂચ- ગુરુવાર – આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૨-ભરૂચ સંસદીય બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે ૨૨ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે અત્યાર સુધીમાં ૩૭ વ્યક્તિઓ કુલ ૫૬ જેટલા ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે. આજે તારીખ ૧૮મી એપ્રિલે વધુ ૪ ફોર્મ ૨ વ્યકિતઓએ ઉપાડયા હતા.
    આજે તા. ૧૮ એપ્રિલના રોજ ગુરુવારે આમ આદમી પાર્ટીમાંથી શ્રી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા અને અપક્ષ તરીકે શ્રી નવીનભાઈ ભીખાભાઈ પટેલે ૨૨- ભરૂચ બેઠક પરથી નામાંકનપત્ર ભર્યુ હતું.
  લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ, ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે.
            ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સરળતાથી સંપન્ન થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર ‘‘રાઉન્ડ ધ ક્લોક’’ કામગીરી કરી રહ્યું છે.
***


Share to

You may have missed