*નેત્રગમાં સમસ્ત હિંદુ સમાજે શ્રીરામ નવમીએ ભવ્ય શોભાયાત્રા નિકળી

Share to* મુસ્લિમ આગેવાનોએ છાશ-ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દશઁન કરાવ્યા

તા.૧૭-૦૪-૨૦૨૪ નેત્રંગ.

    ચૈત્રી નવરાત્રી પુણઁતા થતાં શ્રીરામ નવમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નેત્રંગ તાલુકાભરમા ગામે-ગામ ભજન સત્સંગ અને ભંડાળાનું આયોજન કરાયું હતું.નેત્રંગ તાલુકા મથકે સમસ્ત હિંદુ સમાજના આગેવાનોએ ગાંધીબજાર જલારામ મંદિરથી જવાહર બજાર,લાલમંટોડી,ચારરસ્તા અને જીનબજારના શ્રીરામ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.ઠેર-ઠેર શ્રીરામની આરતી અને પુજા-અચઁન કરવામાં આવ્યું હતું.નેત્રંગમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ છાશ-ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દશઁન કરાવ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to