સાગબારા ખાતે આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનોએ રેલી કાઢી મામલતદાર ને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું

Share toતાલુકામાંથી મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરો અને હેલ્પરો જોડાયા
   સાગબારા ખાતે આજે મોટી સંખ્યામાં અનાગણવાડી વર્કરો હેલ્પરો દ્વારા રેલી કાઢી પોતાની પડતર પ્રશ્નોની માંગણીઓ સંદર્ભે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.
                              આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવે સાથે સાથે ચોથા વર્ગના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે.અને આંગણવાડી વર્કરો અને હેલ્પરો હાલ માનદ કર્મચારીઓ હોય તેઓનો કામનો સમય અને કામ નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આંગણવાડી વર્કરો અને બહેનોની આર્થિક સ્થિતિ નબળી હોય ગરમ નાસ્તામાં અપાતા બિલો સહિત વિજબીલ ,ગેસ બિલ તેમજ અન્ય ખર્ચાઓના ખર્ચ કરવામાંથી મુક્તિ આપવા બાબતે પણ માંગ કરવામાં આવી છે.આવેદન માં વધુ જણાવાયું છે કે જે વર્કરો અને હેલ્પરો બહેનો છે તેમને તેમની સેવાના અનુભવ ઉપરથી સુપરવાઇઝર અને સીડીપીઓ નું પ્રમોશન સિધુ જ આપવા બાબત સાથે વય મર્યાદા પણ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.
                          વર્ષોથી આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો સેવાઓ આપી રહી છે ત્યારે તેઓને પણ આરોગ્યલક્ષી વીમા યોજના અને પેંશન યોજનાનો લાભ  આપવામાં આવે તેવી માંગ કરાય છે.આઇસીડીએસ માં ઓનલાઇન કામગીરી માંથી મુક્તિ આપવા તેમજ વર્કર અને હેલ્પરોને જે તે જિલ્લામાં ખાલી પડતી જગ્યાએ તેમજ ખાલી પડતી હેલ્પરોની જગ્યાને તાત્કાલિક અસરથી ભરવા માટે પણ આવેદનપત્ર માંગ કરાય છે. તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નિવૃત બહેનોને ગ્રેજ્યુટી પણ ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.


Share to

You may have missed