જૂનાગઢ જિલ્લા ભારતીય કીસાન સંઘ દ્વારા ડુંગળી ની નિકાસ બંધી હટાવવા પ્રાન્ત અધિકારી મારફત કેન્દ્રીય કૃષિ મંત્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

Share to
ભારતીય કીસાન સંઘ જુનાગઢ જિલ્લા દ્વારા ડુંગળી ની નિકાસ બંધી હટાવવા તેમજ કપાસ ની આયાત ઉપર પ્રતિબંધ મૂકવા પ્રાન્ત અધિકારી મારફત કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ને આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિસાવદર તાલુકા માં ગત ખરીફ સીઝનમાં અતિવૃષ્ટિ ના કારણે પાક ધોવાણ થયેલ હતા. જેમાં ખેડૂતો એ ડુંગળી પાક નું વાવેતર કરેલ હોય હાલમાં ડુંગળી તૈયાર થતી હોય તો આવા સમયે સરકાર દ્વારા ડુંગળી ની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ખેડૂતો ને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.તો સરકાર દ્વારા નિકાસ બંધી હટાવવા તેમજ કપાસ માં આયાત ઉપર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત ભારતીય કીસાન સંઘ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય વિઠ્ઠલભાઈ દુધાતરા. જીલ્લા મંત્રી રાજેશ ભાઈ બુહા. વિસાવદર તાલુકા પ્રમુખ ધનજી ભાઈ છોડવડીયા મંત્રી રસીક ભાઈ માથુકીયા જીલ્લા સદસ્ય મનજી ભાઈ રીબડીયા પુર્વ પ્રદેશ મંત્રી ધીરૂભાઇ ભાખર ગોગનભાઈ પાનસુરીયા. નાગજીભાઇ ભાયાણી તેમજ તાલુકા ના કાર્ય કરતા અને ગામડે ગામડે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે સભા યોજાઈ હતી અને રેલી સ્વરૂપે પ્રાન્ત કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed