December 18, 2024

જૂનાગઢ મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવા બદલ નારી શક્તિ વંદન બિલના 33 મહિલા મંડળો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માનભેર વધામણાં પોખણા કરવામાં આવ્યા

Share to




 સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત  જુનાગઢ  મહિલા ફેડરેશન અને જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા એક નારીશક્તિને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાઇ ગયો.   લોકસભા અને વિધાનસભા માં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવા બદલ આજે જૂનાગઢની ૩૩ જેટલી મહિલા સંસ્થાઓદ્વારા ધન્યવાદ સમારોહ યોજાયો. આ પ્રસંગે  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને સ્મૃતિચિન્હ અર્પણ કરી માનભેર પોખણા કરવામાં આવ્યા હતા. નારી શક્તિ વંદન બિલ અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓની ઉતમ માહિતી અપાય બાદ મા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નારી શક્તિને વંદન કરતા જણાવ્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિ હંમેશા અગ્રસ્થાને રહી છે. આપણે આજે રાધાકૃષ્ણ, સીતારામ કહીએ છીએ, તે નારી શક્તિનું મહત્વ ઉજાગર કરે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિ વંદન બિલ -૨૦૨૩ પસાર કરીને નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આપ સૌ વતી પ્રધાનમંત્રીશ્રી ને  ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી છે, ડોક્ટર એન્જિનિયર, પાયલોટ બનવાની સાથે રમત ગમતના ક્ષેત્રમાં પણ ખૂબ મોટું સન્માન મેળવ્યું છે. ત્યારે વિકસિત ભારત બનાવવાની દિશામાં નારી શક્તિનું ખૂબ મોટું યોગદાન હશે. અંતમાં સૌને સાથે મળી આગળ વધવા માટે ભારપૂર્વક જણાવ્યું હતુ.     આ વિશેષ સમારોહમાં  ધારાસભ્ય સંજય કોરડીયા કે  અન્ય પદાધિકારીઓએ મંચ પર સ્થાન ન લેતા મહિલા આગેવાનોએ મંચ પર સ્થાન લીધું હતું.સમગ્ર આયોજન – સંચાલન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ નારીશક્તિ એ દીપાવી હતી. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ બદલ મુખ્યમંત્રીશ્રીનું શ્રી પરશુરામ ફાઉન્ડેશન [ મહિલા પાંખ ] ,અસ્મિતા પ્રાઉડ ટુ બી વુમન, શ્યામ મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, શ્રી સમસ્ત બ્રહ્મયુવા ટ્રસ્ટ મહિલા પાંખ, હરીપ્રબોધમ્ મહિલા સત્સંગ મંડળ, ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન, vyo વુમન કિંગ, આહિર મહિલા મંડળ, સરદાર ધામ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાખ, બીએપીએસ મહિલા મંડળ, શ્રીગોડ બ્રહ્મ જાગૃતિ મહિલા મંડળ, ઓલ ઇન્ડિયા વિમેન્સ એસોસિએશન- આરએનએફ ૧૯૫, ગિરનારા મહિલા મંડળ,  પ્રગતિ મહિલા મંડળ, શ્રી સહિતા મહિલા મંડળ, લેડીસ ક્લબ, નારી શક્તિ, શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ, લોહાણા મહિલા મંડળ, વીરબાઈ ગ્રુપ, શ્રી ઉમા મહિલા મંડળ, શ્રી ઉમા ધામ ગાઠીલા મંદિર મહિલા,  ઉમા મહિલા સંગઠન સમિતિ, સોરઠ સેવા વુમન્સ ગ્રુપ, શ્રી નાથળિયા ઉનેવાળ સત્સંગ મંડળ, કંસારા મહિલા મંડળ, ગુજરાત મહિલા સંગઠન સમિતિ દ્વારા માનભેર પોખણા કરવામાં આવ્યા હતા.  આ તકે આલ્ફા વિદ્યા સંકુલના ટ્રસ્ટીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પહાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ.મુખ્ય કાર્યક્રમનું સંચાલન -સંકલન સુશ્રી ગાયત્રીબેન જાની એ કરેલ. આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,  ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, અગ્રણી શ્રીમતી જ્યોતિબેન વડારીયા, બ્રહ્માકુમારીના બીના દીદી સહિતના મહિલા હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed