નેત્રંગ પોલીસ મથકના એ.એસ.આઈ ધરમસિંગ પોલીસ મથકે હાજર હતા તે દરમિયાન ભરુચ કંટ્રોલ રૂમ ઉપરથી વર્ધી મળી હતી કે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે ભેરુનાથ ટ્રેડર્સમાં ગેરકાયદેસર રીતે ફટકડી અને નવસાર સહિત અખાદ્ય ગોળના જથ્થાનું વેચાણ થઈ રહ્યું છે જેના આધારે નેત્રંગ પોલીસે તપાસ કરતાં પોલીસને બાતમી વાળી જ્ગ્યા ઉપરથી 14 નંગ અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દુકાનમા રહેલ એક ઇસમને પૂછપરછ કરતાં આ દુકાન વાલિયા ગામની રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતો ગોપાલ ભોમરાજ રૂપાજી ગુર્જરની હોવાની જણાવ્યુ હતું પોલીસે આ દુકાનના સંચાલકના નેત્રંગ એ.પી.એમ.સીના ત્રણ ગોડાઉનમાં આવેલ ત્રણેય ગોડાઉનમાં તપાસ કરતાં તેમાંથી ગોળના 180 ડબ્બા અને 140 નંગ મહુડાના ફૂલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંને સ્થળોથી કુલ 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ જથ્થાના સેમ્પલ એફ.એસ.એલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વેપારી અન્ય વેપારીઓને ગોળનો વેપાર નહીં કરવા દેતો હોવાથી નિરાસ વેપારીઓએ પોલીસમાં જાણ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..