એકલવ્ય થવાના 10 વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ઝળક્યા

Share to



તા 22/08/23 ના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી દ્વારા આયોજિત એથ્લેટીક્સની સ્કૂલ ગેમ્સનું આયોજન માધવ વિદ્યાપીઠ ,કાકડકૂઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય,થવાના અંડર-17 અને અંડર -19 વયજૂથના 23 વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓ જેમ કે દોડ,ફેંક,કુંદમાં ભાગ લીધો હતો. જેમાં વસાવા સુહાની ડી-100 મીટર દોડ પ્રથમ, ભીલાલા રવિન એન -400 મીટર અને 1500 મીટરમાં પ્રથમ, ડુભીલ જયેશ જી –ઊંચીકુદ પ્રથમ , નીકીતા એ વસાવા-લાંબીકુદ પ્રથમ,વસાવા સારિકા એન-800 મીટર અને 1500 મીટરમાં પ્રથમ, ડુભીલ કિશન -3000 મીટર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જયારે કોટવાળિયા મહેશ્વરી,અર્ચિત ગામિત,નિરંજના વસાવા,તુષાર વસાવા એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ અને શાન વધારી છે, આ તમામ 10 ખેલાડીઓ જિલ્લા કક્ષાની 14 ઇવેન્ટમાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે, શાળા પરિવાર સૌ ખેલાડીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે.


Share to