જાતીય સતામણી સ્વ-બચાવ અને રક્ષણ માટે વિદ્યાર્થીનીઓમા જાગૃતિ માટેની શિબિર બોડેલી ખાતે યોજાઈ

Share to



જાતીય સતામણી અને સ્વ-બચાવથી મહિલાઓ અને બાળકીઓના રક્ષણ માટે વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ શિબિર નુ આયોજન નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ થી બીએપીએસ સ્વામીનારાયણ મંદીર, ચાચક, બોડેલી ખાતે જાતીય સતામણી અને સ્વ-બચાવથી મહિલાઓ અને બાળકીઓના રક્ષણ માટે વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ શિબિર કાર્યક્રમ તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામા આવ્યુ હતુ

, આ કાર્યક્રમ મા ડી.પી. ગોહિલ સાહેબ, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ તથા શ્રી અંદલીપ તિવારી સાહેબ, બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ, બોડેલી તથા શ્રી આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનુનિ સેવા સમિતિ, બોડેલી અને પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ અને એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. બોડેલી તથા શ્રી મિતેશભાઈ પટેલ, કુલ ટાઈમ સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર તથા એડી. સીવીલ જજ શ્રી એ. પી. વર્મા, તથા સરકારી વકીલશ્રી યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા નાયબ પોલિસ અધિક્ષક શ્રી ડી. કે. રાઠોડ તથા પો.સ.ઈ. શ્રી સુરેશ બારીયા,બોડેલી તથા પોલિસ સ્ટાફ ના કર્મચારીઓ તથા બાર એશોશીયેશન ના પ્રમુખ શ્રી લલીત ચંદ્ર ઝેડ. રોહિત, તથા બાર એશોશીયેશન ના હોદ્દેદારો તેમજ વિ. ધારા શાસ્ત્રીઓ હાજર ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે મળી આ શિબિર ની ખુબ ઉત્સાવ પુર્વક ઉજવણી કરવામા આવી અને હાજર રહેલા તમામ શાળાના આર્ચાયો તથા બાળાઓ તથા આંગણવાડીની કાર્યકર બહેનો ને કાયદા ની સમજ આપી તેમજ મહીલાઓ માટે સ્વ બચાવ કેવી રીતે કરવો તે બાબતે ટ્રેઈન કરાટે માસ્ટર જાબીર હુસેન એન. મલેક મારફતે નાટય માધ્યમ થી સમજ આથી તેમજ નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ તથા તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી દવારા યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી માહીતી મેળવવાનો લાભ લીધો હતો


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to