વાલિયા તાલુકાનાં દેસાડ ગામની સીમમાં આવેલ જમીન મૂળ માલિક પચાવી પાડતા તેના વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો વાલિયા પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.

Share to



સુરતના ધોડ દોડ રોડ ઉપર આવેલ પૂનમ એપાર્ટમેંટમાં રહેતા નલીન દેવસી પાનસુરિયાએ વર્ષ-2010માં વાલિયા તાલુકાનાં દર મહુડાના ખેડૂત સુરેન્દ્રસિંહ પ્રભાતસિંહ મહિડાની દેસાડ ગામની સીમમાં આવેલ ખાતા નંબર-492 અને સર્વે નંબર-772 વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી હતી.જે બાદ ખેડૂત નલીન પાનસુરિયાએ એક વર્ષ સુધી ખેતી કરી હતી પરંતુ તેઓને સુરતથી આવા માટે લાંબુ અંતર કાપી ખેડૂત માટે આવું કઠિન બન્યું હતું તે સમયે મૂળ ખેડૂત સુરેન્દ્રસિંહ મહિડાએ ખેતર વાવેતર માટે માંગ્યું હતું અને પાકમાં 25 ટકા આપવાનું નક્કી કર્યું હતું એક બે વાર પાકનો ભાગ આપ્યા બાદ ગલ્લા તલ્લા કરી જમીનના માલિકને કોઈપણ જાતનો હિસ્સો આપતા નહીં અને જમીન બીજાને આપવાની હોવાથી માનતા તેણે જમીનનો કબ્જો નહિ આપી ગેરકાયદેસર પચાવી પાડી હતી જે અંગે નલીનભાઈએ ઝઘડીયા પ્રાંત અધિકારીને લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરતાં નાયબ કલેકટરે તપાસ કરતાં મૂળ માલિકે જમીન પચાવી પડી હોવાનું ધ્યાન પર આવતા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર દબાણ કરનાર સુરેન્દ્રસિંહ પ્રભાતસિંહ મહિડા સામે વાલિયા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાવવા હુકમ કરતાં પોલીસે મૂળ ખેડૂત વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Share to