*ટ્રકમાં કેળાં ભરવા જતા યુવાનો કેબીન પર બેસી મુસાફરી કરવા મજબુર!*
પ્રતિનિધિ રાજપીપળા, દુરદર્શી ન્યુઝ
ત્રણ સવારી બાઇક ચાલકો ને CCTV દ્વારા મેમાં ફટકારવામાં આવતા હોય તો કેળા ની ટ્રકો ઉપર ઉપર તોરણ ની જેમ બેસેલા હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નહિ??
ગત વર્ષે રાજપીપળા પંથક મા ટ્રકની કેબીન ઉપર થી પટકાઈ ને બે યુવાનો એ જીવ ગુમાવ્યા હતા, ત્યારે ભૂતકાળમાંથી બોધપાઠ લઈ પોલીસ કડકાઈ ક્યારે બતાવશે?
હાલ ચોમાસા ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે રાજપીપળા પંથકમાં કેળાનું મબલક પાક ઉપજતું હોય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફથી સેંકડો ની સંખ્યામાં ભારદારી ટકો આવતી હોય છે અને કેળા ભરી જતી હોય છે ત્યારે સ્થાનિક આદિવાસી યુવાનો આ ટ્રકોમાં કેળા ભરવાનું કામ કરતા હોય છે અને તેઓ રોજગારી પણ મેળવતા હોય છે પરંતુ નજીવી રોજગારી મેળવવા જતા જીવ ગુમાવવાના કિસ્સા પણ ભૂતકાળમાં બન્યા છે.
ગત વર્ષે ચોમાસાની ઋતુમાં કેળાની ટ્રકો મા કેળા ભરવાનું મજૂરી કામ કરવા જતા બે આદિવાસી યુવાનો પૈકી એક ટ્રક ઉપરથી નિછે પટકાતા ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થયું હતું અને બીજા અન્ય કિસ્સામાં ટ્રકની કેબીન ઉપર બેસી કેળા ભરવા જતા એક યુવકને કરંટ લાગતા તેનું પણ કમકમાટી ભર્યું મોતની નીપજ્યું હતું
આ પ્રકારની ગમખ્વાર ઘટનાઓ પછી પણ આ વર્ષે રાજપીપળા પંથકમાં ફરી એક વાર કેળા ભરવા જતી ટ્રકો પર યુવાનોના ટોળેટોળા બેસી મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે પરંતુ પોલીસ કોઈ પગલાં લઈ રહી નથી ટ્રાફિક ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આશ્ચર્ય ની વાત એ છે કે પોલીસ ની હાજરી અને CCTV કેમેરા ની સામેથીજ ટ્રકની કેબીનો ઉપર બેસી ટ્રકો બે રોકટોક પસાર થઈ જાય છે. ત્યારે પોલીસે આ ટ્રકો ને શું “અભય વચન” આપેલું છે? કે કેમ એ સમજાતું નથી.
હાલ થોડા દિવસો અગાઉ વાવડી ગામ નજીક રોડ ઉપર ટ્રક ઉભી રાખી કેળા ભરવાનું ચાલતું હતું એ અરસા મા પુરપાટ જતા હાઈવા ચાલકે કેળા ભરી રહેલા ટેમ્પા ને પાછળ થી જોરદાર ટક્કર મારતા 5 આદિવાસી યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા, ત્યાર બાદ પણ નર્મદા પોલીસ નું આ મામલે ઢીલું વલણ લોકો માટે ચર્ચા નો મુદ્દો છે.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…