નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ રાજ્યકક્ષાના નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર તથા વન અને પર્યાવરણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Share toગુજરાતના અન્ન અને નાગરીક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મંત્રીશ્રી આજે તા.૨૦/૦૭/૨૦૨૩ના રોજ એકતાનગર ખાતે રાત્રિરોકાણ કરશે. તા.૨૧/૦૭/૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે મંત્રીશ્રી રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ મંત્રીશ્રી સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૩ – ૨૪ના આયોજન અંગેની બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પુરું પાડશે. બેઠક પૂર્ણ થયે અનુકૂળતાએ મંત્રીશ્રી છોટાઉદેપુર ખાતે જવા રવાના થશે.
ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તા.૨૧/૦૭/૨૦૨૩ને શુક્રવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધારશે. મંત્રીશ્રી સવારે ૧૦=૩૦ કલાકે ડેડીયાપાડા તાલુકાના માલસામોટ ગામે ડ્રોનથી સીડ્સના વાવેતર અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રીશ્રી અનુકૂળતાએ સુરત ખાતે જવા રવાના થશે.

*રિપોર્ટર: સર્જન.વસાવા, દેડીયાપાડા*


Share to