December 21, 2024

અઢીલાખ ઉપરાંત નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ-મુદ્દામાલ ઝડપી પાડતી રાજપારડી પોલીસ

Share to



ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા પર વાહન ચેકીંગ દરમિયાન ૨,૬૬,૫૦૦/- ના મુદ્દા માલ સાથે એક ની ધરપકડ.

રાજપારડી પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી અનુસાર રાજપારડી પોલીસ ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ માં હતી તે દરમિયાન મળેલ બાતમી ના આધારે રાજપારડી પોલીસ સ્ટેશન ના પી. એસ. આઈ. જે.બી. જાદવ અને અન્ય પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકીંગ માં હતા તે દરમિયાન સહયોગ હોટલ નજીક મધુમતી ખાડી ના પુલ પાસે એક ઈકો ગાડી (જી.જે. સી. બી ૬૮૭૧) ને રોકી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઇમપેરિયલબ્લુ બ્લેન્ડેડ ગ્રાઇન વિશકી ની ૭૫૦મી.લી બોટલ નંગ-૧૩૨ જેની કિંમત રૂપિયા.૬૬,૦૦૦/- તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા .૫૦૦/- તથા ઈકો ગાડી ની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ ૨,૬૬,૫૦૦/- ના મુદામાલ માલ સાથે પ્રફુલ સુરેશ વસાવા રહે. તેજપોર તા. ઝઘડિયા જિ. ભરૂચ હાલ રહે. તરોપા કોટવાલ ફળિયું તા. નાંદોદ જિ. નર્મદા ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed