December 20, 2024

હળવદના બ્રાહ્મણી ડેમમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

Share to


હળવદના સુંદરગઢ પાસે આવેલ બ્રાહ્મણી ડેમમાં ન્હાવા જવાનુ કહી યુવાનનું ડેમમાં પાણીના ડૂબી જતા તેનુ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદના શીરોઈ ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શાંતિલાલ નાનુરામ ભુરીયા (ઉ.૩૫) ગત તા.૧૧ ના રોજ પોતાની શીરોઈ ગામે વાડીએથી સુંદરગઢ બ્રાહ્મણી ડેમમાં ન્હાવા જવાનું કહી જતા રહેલ અને પોતાના ઘરે પરત આવેલ નહિ અને તા.૧૨ ના રોજ કોઈપણ સમયે સુંદરગઢ બ્રાહ્મણી ડેમમાં પુલ પાસે પાણીમાં ડૂબી જતા તેનુ મોત નીપજ્યું હતું જે બનાવ મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાર્થ વેલાણી


Share to

You may have missed