December 21, 2024

જુનાગઢ માં પોકસો એકટના ગુનામાં સજા પામેલ આરીપી છેલ્લા દોઢેક માસથી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ  આરોપીને શહેરમાંથી દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ પેરોલ જમ્પ આરોપીઓને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે આવા આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

એસ.ઓ.જીના પો.કોન્સ ભુપતસિહ સિસોદીયા તથા રોહીતભાઈ ધાધલ નાઓને સંયુક્તમાં ચોક્ક્સ બાતમીરાહે હકિકત મળેલ કે, જુનાગઢ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન FIR થય હતી આરોપી હનીફભાઈ હાજીભાઈ સુમરા રહે.જમાલવાડી, મગનાત રોડ, હુશેની ચોક, જૂનાગઢ વાળો કેદી નંબર ૪૯૪૩૫ વાળો ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ક્રીમી મીસ એપ્લીકેશન નંબર ૦૧/૨૦૨૪, અપીલ નંબર ૬૨૫/૨૦૨૪, તા.૦૮/૧૦/૨૦૨૪ના આદેશનુસાર વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય, અને જેલમાં હાજર થવાની તારીખ ૦૫/૧૧/૨૦૨૪ ની હોય, પરંતુ મજકૂર આરોપી સમય દરમ્યાન મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ ન હોય અને પેરોલ જમ્પ હોય, જે જુનાગઢ શહેર વિસ્તારમાં તેમના ઘરે હાજર હોય જે ચોક્કસ હકીકત આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા સદરહું પેરોલ જમ્પ આરોપીને આજરોજ પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઇ રવિરાજસિંહ, જીતેન્દ્રસિંહ, પો. હેડ કોન્સ બાલુભાઇ તથા પો.કોન્સ. ભુપતસિંહ, રોહીતભાઇ, રવિરાજભાઇ, તથા ડ્રા. હેડ કોન્સ જયેશભાઇ, વિગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયને સજા ભોગવેલ આરોપીને પકડી પડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed