December 10, 2024

જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ પોલિયો દિવસે દરેક બાળકોને અચૂક પોલીયો પીવડાવવા અપીલ કરી

Share to

આપનું બાળક તંદુરસ્ત તો આપણી આવનારી પેઢી તંદુરસ્ત, આપણો સમાજ તંદુરસ્ત….
વર્ષમાં બે વખત આવતો પોલિયો દિવસ એટલે આજરોજ પોલિયો દિવસ હોય મારા વતન જૂનાગઢ જિલ્લાના કાલસારી ગામમાં અમારા પરિવાર ના બાળકને લઈને મેં ખુદ જાતે જઈને પોલિયો પીવડાવેલ… તો જુનાગઢ જિલ્લાના દરેક પરિવારને ખાસ નમ્ર વિનંતી કે આપનું બાળક એક થી પાંચ વર્ષનો હોય તો આજરોજ આપના નજીકના પોલિયો સેન્ટર પર જઈને પોલિયો પીવડાવવા ખાસ નમ્ર વિનંતી…
ફરી વાત… આપણો બાળક તંદુરસ્ત હશે તો જ આ સમાજ તંદુરસ્ત રહી શકશે માટે આજરોજ દરેક વાલીઓ પોતાના બાળકોને અચૂક પોલિયો પીવડાવો….

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to