December 10, 2024

ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષસ્થાને વાગરા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો*

Share to

*ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્યશ્રીએ કર્યા પ્રેરિત*
***
*ધારાસભ્ય અને ઉપસ્થિત વિવિધ મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેકનું વિતરણ *
****
ભરૂચ- શનિવાર- રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકા દ્વારા દરેક તાલુકાઓમાં તા.૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વાગરા ખાતે અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. ધારાસભ્યશ્રીએ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને પ્રેરિત કરવાની સાથે સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતો માટે પોતાના પાકના ટેકાના ભાવ હોય કે પછી રાહત પેકેજ હોય સરકારશ્રી હર હંમેશા ખેડૂતો સાથે ઊભી રહી છે. તેમણે જણાવ્યું કે, સરકારશ્રીના પ્રયત્નોથી રાજ્યમાં આજે લાખો ખેડુતોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. તેમણે ખેડૂતોને નજીવા ખર્ચે અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતીને અપનાવવા હાકલ કરી હતી.
ધારાસભ્યશ્રી અને ઉપસ્થિત વિવિધ મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરાયા હતા. બાગાયત, ખેતીવાડી અને પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય વિતરણ કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નોડલ અધિકારીશ્રી, તાલુકા વહીવટી તંત્ર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Share to