શ્રી સંદિપસિંઘ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબ છોટાઉદેપુર જીલ્લા તથા શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો. ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં ફેરકુવા ચેક પો.સ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન મધ્યપ્રદેશના અલીરાજપુર તરફથી એક VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીના વાહન ચાલક ફોરવ્હીલ ગાડીને લઇ આવતા તેઓને હાથ વડે રોકવાનો ઇસારો કરતા સદર ફોરવ્હીલ ગાડીના ચાલક પુરઝડપે હંકારી ચલાવી ભાગવા લાગેલ જેથી પોલીસ સ્ટાફના માણસોને શંકા જતાં સદરી ફોરવ્હીલ ગાડીને પીછો કરી કોર્ડન કરી પોલીસ સ્ટેશન તરફના રોડ ઉપર જતાં ફોરવ્હીલ ગાડી પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી સદરી વાહન ચાલકનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ દિનેશભાઇ અમરસીંગભાઇ જાતે.ડાવર ઉ.વ.૨૦ રહે.હાંસલબડ પો.નરવાડી તા.કુક્ષી જી.ધાર (એમ.પી) નાઓનો હોવાનું જણાવેલ હોય સદરી પકડાયેલ ઇસમ પાસે ગાડીની માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઇ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને ગાડીનો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નહી જેથી VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીનો ચેસીસ નંબર MEXJ17601JTO76206 તથા એન્જીન નંબર CJ2146678 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ગણી તેને સદરી ફોરવ્હીલ ગાડીના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી પોકેટકોપ મોબાઇલથી વાહન સર્ચ કરતા સદર ફોરવ્હીલ ગાડીનો સાચો રજી નંબર TS08FP0423 નો હોઇ જેના માલિક તરીકે અંકુર હેમંત જૈન રહે.બી.૧૦૦૮ ઇન્ડુ ફોરચ્યુન ફીલ્ડ ધ એક્ષ ઇન્ડ્રુ વીલાસ મેડચલ મલ્કાજગીરી ૫૦૦૦૭૨ નાઓ હોવાનું જણાય આવેલ જેથી સદર VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીને સદરી ઇસમે ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા સદરી વાહન માલીકનો મોબાઇલ નંબર ઉપર કોન્ટેકટ કરતાં સદરી વાહન માલીકનાઓ સદર ફોરવ્હીલ ગાડીની ચોરી અંગે પ્રતાપનગર (ઉદયપુર-રાજસ્થાન) પોલીસ સ્ટેશનના એફ.આઇ.આર નંબર. 0570/2024 બી.એન.એસ.એસ. કલમની કલમ.૩૩૧(૪),૩૦૫(એ) મુજબનો ગુનો તા.૨૮/૦૯/૨૦૨૪ ના રોજ બનેલ હોય સદર ગુનાના કામે પકડાયેલ ફોરવ્હીલ ગાડીને બી.એન.એસ.એસ. કલમ.૧૦૬ મુજબ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…